Abtak Media Google News

વર્ષનો અંતિમ દિવસ નવ વ્યક્તિના જીવનનો અંતિમ દિવસ બન્યો

વલસાડથી સુરત જતી ફોરર્ચ્યુનર કારના ચાલકને જોકુ આવતા સર્જાયો ગોજારો અકસ્માત

અમદાવાદ બીએપીએસ મહોત્સવના યાત્રાળુઓની બસને નડયો જીવલેણ અકસ્માત

અંકલેશ્વરની કંપનીના આઠ કર્મચારી અને બસના એક મુસાફરના મોતથી હાઇવે મરણ ચીરીયારીથી ગુંજી ઉઠયો

નવસારી હાઈ વે પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વલસાડથી સુરત જતી એક કારે કાબૂ ગુમાવી દેતાં સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાય હતી, જેથી અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 7 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતાં આ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વલસાડ ખસેડ્યા હતા.

વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી જતા અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી. એને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથેએ ધડાકાભેર અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. એને કારણે ફોર્ચ્યુનરમાં સવાર આઠના મોત નીપજ્યાં હતાં અને અન્ય એકને ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બસમાં બેઠેલા એક મુશાફરનું પણ સારવારમાં મોત નિપજ્યું હતું.જ્યારે આ અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવ્યો હતો.જેથી તેને પણ સારવાર ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે બસમાં સવાર ૨૮ લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા..જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે. જેમાં કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને મૃતક અને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.

ગુજરાતના નવસારીમાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિના સમાચાર પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું છે કે,આ દુર્ઘટનામાં જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને મૃતકોની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અને વહીવટી તંત્ર ઘાયલોની સારવારમાં હાલ લાગેલું છે.

મૃતકોનાં નામ

  1. મયૂર વાવેયા
  2. પ્રજ્ઞેશભાઈ વેકરિયા
  3. ધર્મેશભાઈ શેલડિયા
  4. જયદીપભાઇ પેથાણી
  5. જયદીપભાઇ ગોધાણી
  6. નવનીત ભાઈ ભડિયાદરા
  7. નીતિનભાઈ (ડ્રાઇવર)
  8. અજાણ્યો બસનો મુસાફર

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાતના નવસારીમાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિના સમાચાર પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું છે કે,આ દુર્ઘટનામાં જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને મૃતકોની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અને વહીવટી તંત્ર ઘાયલોની સારવારમાં હાલ લાગેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.