Abtak Media Google News

ગુજરાતીમાં એક કહેવત છે અંગ દાન મહાદાન.. આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ મૃત્યુ પામતા તેના અંગોનું દાન કરીને અન્ય ૬ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ ફેલાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સુરતની છે જ્યાં ૧૮ વર્ષના યુવકે ૬ વ્યક્તિઓને નવ જીવન આપ્યું હતું. હિરલ વિજયભાઈ મહીડા ઉ.વ 18ના પરિવારે બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.

આજે લોકો પોતાના જીવનમાં વ્યસ્ત થતા જાય છે કોઈને પણ એકબીજાના જીવનમાં જાણતા નથી ત્યારે હિરલ નામના યુવકે પોતાના ૬ અંગ દાન કરીને સમાજને નવી દિશા બતાવી છે. SMC ક્વાટર્સ, સુભાષ ગાર્ડન પાસે, ડોક્ટર પાર્કની બાજુમાં, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત. મુકામે રહેતો હિરલ 29 ડિસેમ્બરના રોજ સવારે ઘરેથીસલુનમાં કામ પર જઈ રહ્યો હતો, ત્યારે સવારે સાડા દસ કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક નજદીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો.

Ee813749 Cb3E 441E A895 F774Dd5Ab4Ab

હીરલની સારવાર આગળ વધારતા નિદાન માટે CT સ્કેન કરાવવામાં આવ્યો ત્યાં જાણવા મળ્યું કે તેનું બ્રેઈન હેમરેજ થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. જ્યાં 30 ડિસેમ્બરના રોજ હિરલને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

હિરલનું બ્રેઈન ડેડ થતા ઇન્દોરમાં ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કાનના જીતુભાઈ બેગાનીએ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી હિરલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી ત્યારે માતાપિતાને અંગદાનનું મહત્વ સમજાવીને સમગ્ર પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

માતા-પિતાએ અંગદાનનું મહત્વ સમજીને કહ્યું કે અમે ખુબ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. ત્યારે હિરલનું હૃદય પહોંચડવા માટે સુરત પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો.

કોને કરાયું અંગોનું દાન ??

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. નમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.