Abtak Media Google News

બે શખ્સોએ ફોન કરી પૈસા લેવા માટે બોલાવી યુવકને લોખંડના સળિયાથી માર માર્યો

કાલાવડના નિકાવા ગામે ઉછીના લોધેલા રૂપિયા લેવા બોલાવી બે મિત્રોએ યુવાન ઉપર લોખંડના સળિયાથી હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કલાવડના નિકાવામાં રહેતો નવાઝશા મહમદશા શાહમદાર નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના ગામમાં હતો. ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં યુસુફ બ્લોચ ઉર્ફે પોલાર અને મહમદખાને લોખંડના સળીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ઘટનાની જન થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ હુમલાખોર યુસુફ અને મહમદ ઇજાગ્રસ્ત યુવાન નવાઝશાના મિત્રો છે અને હુમલાખોરને રૂ.૨૫૦૦ ઉછીના આપ્યા હતા. હુમલાખોરોએ ચા પીવા અને રૂપિયા લેવા બોલાવી નવાઝશાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.