Abtak Media Google News

ભચાઉ તાલુકામાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટના સામે આવી છે જ્યાં મનફરા અને ચોબારી વચ્ચે મોરનો શિકાર કરવા આવેલી ટોળકીએ ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગામની સીમમા સેંકડો મોર વરસવાટ કરે છે. જીવદયાપ્રેમીઓ દ્વારા પાણી અને ચણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે ત્રણ શખ્સ શિકારી શિકાર કરવા માટે મોરને પકડીને લઈ જતા હતા તે દરમિયાન ખેડૂત પર હુમલો થયો હતો.

મોરને પકડીને લઈ જતા હતા ત્યારે વાડીએ રહેલા ખેડૂત વેલા બેચરાભાઈ આહીરનું ધ્યાન જતાં તેમણે પડકાર્યા હતા. ટોળકીએ તેમના ઉપર હુમલો કરીને માથા, આંખ અને પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી. તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,

ચોબારી સરપંચ વેલજીભાઈ જેશા ઢીલા, કિશાન સંઘના પૂર્વ ચેરમેન લાલજી હરિભાઈ ઢીલા, સવા જેઠાભાઈ, હમીરા ગોવિંદભાઈ, સવા ગોવિંદભાઈ, રાજા મેરાભાઈ, જમીન વિકાસ બેન્કના ચેરમેન’ હમીરાભાઈ ઢીલા સહિતના આગેવાનો ઈજાગ્રસ્તને’ ભચાઉ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વાગડમાં અગાઉ સસલા, તેતર, નીલગાય જેવા જીવોના શિકારની પણ ઘટના બની છે. ત્યારે શિકાર કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.