Abtak Media Google News

બન્ને ટીમોએ પ્રથમ મેચમાં જીત સાથે પ્રારંભ કર્યો હતો

એફઆઈએચ મેન્સ હોકી   વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે  રમાયેલી મેચ એકપણ ગોલ વગર ડ્રોમાં પરિણમી હતી.ભારત અને ઈગ્લેન્ડની  ટીમે એક કલાકની નિર્ધારીત સમય મર્યાદામાં ગોલ કરવા એડીચોટીનું  જોર લગાવ્યું હતુ. જોકે બંને ટીમોનું  મજબુત ડિફેન્સ રહેતા બંને ટીમો એકપણ ગોલ કરી શકી ન હતી. હોકી વર્લ્ડકપમાં ભારતે સ્પેન સામે 2-0નીજીત મેળવીને  વિજયી શુભારંભ કર્યો હતો.જયારે ઈગ્લેન્ડે પણ વેલ્સ સામે 5-0થી શાનદાર જીત મેળવીને  પોતાના  અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

ઈગ્લેેન્ડે વધુ ગોલ માર્જીનને  લીધે પૂલ ડીમાં ટોચના ક્રમની ટીમ રહી છે ભારત હવે 19 જાન્યુઆરીએ નીચલા ક્રમની ટીમ વેલ્સ સામે ભુવનેશ્ર્વરમાં રમશે જયારે ઈગ્લેન્ડની ટકકર  સ્પેન સામે થશે.આ સિવાય  રવિવારે બિરસામુંડા સ્ટેડીયમમાં પૂલ ડીની  મેચમાં સ્પેને  વેલ્સને   5-1થી હરાવીને હોકી વર્લ્ડકપમાં જીતનુ ખાતુ ખોલ્યું હતુ. સ્પેન તરફથી માર્ક રેયના અને માર્ક મિરાલેસે બે બે  ગોલ ફટકાર્યા  હતા.  વેલ્સ તરફથી એકમાત્ર ગોલ જેમ્સ કાર્સને 52મી મીનીટમાં ગોલ ફટકાર્યો હતો. વેલ્સની  ટીમનો હોકી વર્લ્ડકપમાં આ બીજો પરાજય રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.