Abtak Media Google News

સામૈયું, શોભાયાત્રા તેમજ પ્રવચન: 100 દિવસમાં 75 ઉપવાસ કરી જીજ્ઞાબેને બાઘ્યું પુણ્યનું ભાથ્થુ

રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાનિઘ્ય 100 દિવસમાં માત્ર રપ પારણા સાથે 7પ દિવસના ઉપવાસરૂપ લધુ સર્વતોભદ્ર તપની ઉગ્ર આરાધના પરિપૂર્ણ કરી રહેલા ગુરુભકત જીજ્ઞાબેન કલ્પેશભાઇ કામદારનો પારણાા અવસર આજે સવારે 9.30 થી 11 કલાક દરમ્યાન પારસ હોલ ખાતે સૌ પ્રથમ જીજ્ઞાબેને કલ્પેશભાઇ કામદારનાાની શોભાયાત્રા અને સામૈયા કરવામાં આવ્યા હતા.

આ જીજ્ઞાબેન પૂ. નમ્રમુનિ મહારાજના હસ્તે પારણા કરાવવામાં આવ્યા હતા. આ પહેલા જીજ્ઞાબેન સોળના ભથ્થા નવ્વાણ અને અઠ્ઠાયતપ પણ કરેલ છે. તેમ જજીજ્ઞાબેનના પુત્રી અલ્કાબેન કલ્પેશભાઇ કામદારએ પૂ. નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્ય દિક્ષા ગ્રહણ કરેલ છે. આ અવસરે બહોળા પ્રમાણ શ્રાવક-શ્રાવીકા એ લાભ લીધો હતો.

લઘૂસર્વ તો ભદ્રતપ પરમાત્માની શ્રેષ્ઠ આરાધના :જીજ્ઞાબેન કામદાર

Screenshot 13 2

પરમગુરોઓની અસીમ કૃપાથી પરમાત્માની એવી શ્રેષ્ઠ આરાધના લઘુસર્વતો ભદ્રતપ કરવાની પ્રેરણા મળી અને કૃપા પણ વરશી.પરમ ગુરુદેવજીના આશીર્વાદ છે. જીવનમા કસોટી પણ આવે પણ મન ડગે નઈ. પરમ ગુરુદેવ શ્રી ની આજ્ઞા આશિર્વાદ છે તો આ કસોટી પણ પાર ઉતરશે અને મારા કર્મની નિર્જળા થશે . મનુષ્યભવ અમૂલ્ય મળ્યો છે એમાં હું કર્મોની નિર્જળા કરી અને મોક્ષ અને મુક્તિ માર્ગે ને પામુ. આજે બે જ ભાવ છે એક ભાવ એ છે કે હું પણ પરમાત્મા જેવી સાધના કરી શકી અને બીજો એક ભાવ છે કે હું ક્યારે પરમાત્મા જેવી અનાહરક  પ્રાપ્ત કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.