Abtak Media Google News

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના વણાકબારા ખાતે માછીમારી  બોટો ને વણાકબારા જેટી પર લંગારે છે  જેટી પર લંગારેલી મંગલમ નામ ની બોટ જેના નંબર IND DD02 MM 1842 છે બોટ ના માલીક રમેશ ભગવાન સિકોતેરીયા  બોટ મા અચાનક જ આગ ભભુકી ઉઠી જેને જોતા બોટમાં રહેલા તથા જેટી પર રહેલા લોકો માં અફરા તફરી મચી ગઇ હતી.

દીવ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી, જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે ત્રણ ફાયર ના ટેન્કરો તથા ફાયર ના જવાનો પહોંચી આગ ને કાબુ માં લીધી હતી, મહત્વ નું છે કે આગ ને બુઝાવવા સ્થાનીક લોકો નો પણ ભરપૂર સહયોગ રહ્યોં હતો, આગનું સાંભળતા જ દીવ પ્રશાસનીય અધિકારીઓ એસપી મની ભૂષણસિંહ, ડેપ્યુટી કલેકટર વિવેક કુમાર, એસડીપીઓ મનસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, વણાકબારા સરપંચ મિનાક્ષી બેન જીવન, બુચરવાડા સરપંચ દિપક દેવજી તથા જીલ્લા પંચાયત સદસ્યો પંચાયત સદસ્યો તથા માછીમાર એસોસિયેશનના પ્રમુખ તથા હોદેદારો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગ લાગવાની આ ઘટના માં આગને બુઝાવવા ત્રણ દીવ ફાયર બ્રિગેડ ના ટેન્કર પીડબ્લયુડી નો ટેન્કર, પ્રાઈવેટ ટેન્કરો તથા ગીર સોમનાથ ના ધારાસભ્ય કે.સી. ને જાણ થતાં તેમણે પણ આગ ને બુઝાવવા બે ટેન્કરો ઉના તાલુકાના મોકલ્યા હતા, આ રીતે ભારી જહેમત બાદ ફાયર બ્રિગેડ ના જવાનો તથા સ્થાનિકો દ્વારા આગ ને કાબુમાં કરાઈ હતી, આ બોટ ની કેબિન તથા બહાર આગળ ની સાઈડ તથા બોટ ની નીચે અનેક ચીજ વસ્તુઓ તથા બોટ બળી જતાં બોટ માલિક રમેશ ભાઈ ને લાખો નું નુકશાન થયું છે, આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.