Abtak Media Google News

આજ રોજ શનીવતી અમાસ છે આ દિવસે મૌની અમાસ હોવાથી આ દિવસનું મહત્વ વધી જશે સાથે ખપ્પર યોગ ચાલુ છે માટે આ દિવસની મહત્તા વધી જાય છે. વળી આ દિવસે થઇ શકે એટલા દાન ધર્મ કરવા જોઈએ. અમાસના દિવસે કામ હળવું રાખી ઈશ્વર આરાધના કરવી જોઈએ અને એટલે જ પહેલાના સમયમાં અમાસ પર રજા રાખવામાં આવતી જેથી પ્રભુ ભક્તિ થઇ શકે. આ અમાસ પર ખાસ કરીને શિવજી,હનુમાનજી અને શનિદેવની પૂજા કરવી જોઈએ.

આ દિવસે શિવજીને પાણીમાં કાળા તલ પધરાવી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ કૃષ્ણ પરમાત્માને તલની કોઈ વાનગી કે તલ અને સાકર કે ખાંડ ધરી ત્યારબાદ “કલીં કૃષ્ણાય નમઃ” ની ૧૧ માલા કરવી ત્યારબાદ દિવસ દરમિયાન હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરી શકાય અને રાત્રે શનિની ૧૧ માળા “ૐ શં શનેશ્ચરાય નમઃ”ની કરવી જોઈએ અને સૂતી વખતે “ૐ નમઃ શિવાય”ના જપ કરવા જોઈએ.

શનિ કર્મ પ્રધાન ગ્રહ છે માટે શનિ અમાવાસ્યાના દિવસે અન્યની સેવા કરવી જોઈએ અને મંદિરમાં સેવા આપવી જોઈએ. ગોચર ગ્રહોની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાન માટે હાલમાં ગ્રહસ્થિતિ બગડી રહી છે અને આંતરવિગ્રહ અને અરાજકતા ફેલાતા જોવા મળશે અને પાકિસ્તાન સહિત અનેક રાષ્ટ્ર હાલમાં અરાજકતાની ઝપટમાં આવતા જોવા મળશે વળી પાકિસ્તાનને મોટી ઘટનાઓનો સામનો કરવો પડશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.