Abtak Media Google News

ટ્વીટરએ  એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે તેમની બ્લુ સેવાની કિંમતમાં વધારો કર્યો છે, ખાસ કરીને ટ્વિટરની નવી સેવામાં જાહેરાત વિના ટ્વીટરનો લાભ લઇ શકાય તેવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે.

મસ્કે ટ્વીટ કરીને જાણકરી આપી હતી કે ટ્વીટર પર જાહેરાત ખૂબ જ મોટી અને વારંવાર દેખાતી હોય છે ત્યારે હવે ટ્વીટર ને  “એડ ફ્રી” નિહાળવા માટે નવુ વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે તેમજ આ સબસ્ક્રીપશન માટે વપરાશકર્તાઓ એ વધુ દર પણ ચૂકવવો પડશે.

જોકે હજુ ટ્વીટર દ્વારા તેનો ડર કેટલો હશે તેની કોઈ સતાવાર માહિતી આપવામા આવી નથી. વર્તમાનમાં ટ્વિટરની બ્લૂ ટિક માટે યૂઝર્સ લગભગ 8 થી 11 ડોલર જેવો ખર્ચ કરતા હોય છે કે જેમાં વપરાશકર્તાઓ ને અમુક અંશે ઓછી જાહેરત જોવા મળે છે. એટલે આ રીતે બ્લૂ ટીક ધરાવતા યૂઝર્સને  પણ જાહેરાત તો દેખાય જ છે પણ જે વપરાશકર્તાઓ બ્લૂ ટીક નથી ધરાવતા તેની સરખામણીએ ઓછી હોય છે.

ટ્વીટર દ્વારા હવે જે નવું ફીચર લોન્ચ કરવામાં આવશે તેમ ફક્ત જાહેરાતથી છુટકારો જ નહી પરંતુ બુકમાર્ક ફોલ્ડર કે જે પછીના સમયગાળમાં સબ્સ્ક્રાઇબકરોને સરળતાથી તે સર્ચ કરવમાં મદદરૂપ થાય છે આ સિવાય અલગ અલગ કલર થીમ પસંદ કરી શકાશે , કસ્ટમ એપ આઇકોન, અંડું ટ્વીટ વગેરે જેવા વિકલ્પો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.