Abtak Media Google News

રસ્તા પર નડતર રૂપ રેકડી કેબીનો પર તવાઈ હજારોનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 23/01/2023 થી 29/01/2023 ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ 20 રેકડી તે નંદનવન(રાણી પાર્ક), જીવરાજ પાર્ક, બાપાસિતારામ ચોક, લક્ષ્મિનગર,  પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી  અન્ય 111 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જીવરાજ પાર્ક, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, સાધુવાસવાણી રોડ, બાપાસિતારામ ચોક,યુનિ.રોડ, કોઠારીયા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામાં આવી હતી, 190 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષકરધામ,યુનિ.રોડ, ગાયત્રી કેરિયરની સામેના રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.43,000/-વહીવટી ચંદ્રેશનગર, પટેલ ક્ધયાછાત્રાલય, કોઠારીયા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.44,585/- મંડપ ચાર્જ જે સંતકબીર રોડ, ચંદ્રેશનગર, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 381 બોર્ડ-બેનર તે  પેડક રોડ, કોઠારીયા રોડ, જીવરાજ પાર્ક, યુનિ.રોડ, કુવાડવા રોડ, 80 ફુટ રોડ મોરબી બાયપાસ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.