Abtak Media Google News

હજારોની મેદનીએ ઉલ્લાસમય વાતાવરણમાં લીધો દર્શન ધર્મલાભ

રસરાજ રશેષ મહોત્સવ  દિવસે દિવસે એની ચરમગતિ તરફ આગળ વધી રહ્યો છે . તા.1ને બુધવારની રાત્રિએ – સંપ્રદાયીક પરંપરા પ્રમાણે –  રશેષકુમારજીની બિનેકી (વરઘોડા) નો અનેરો રંગ છવાયો હતો. દેશભરમાંથી પધારેલાં અનેકો પીઠાધીશ આચાર્યઓની પંક્તિ સાથે સેંકડો આચાર્યઓની સન્નિધી સાથેની બિનેકીનો પૂર્વક રાત્રિનાં 11 વાગ્યે  લક્ષ્મીવાડી હવેલી ખાતેથી આરંભ થયો હતો.

શણગારેલાં હાથીની પ્રથમ સવારી સાથે ઝંડાધારી વૈષ્ણવ યુવાનો મહીબાયો તેમજ હજારો વૈષ્ણવોની ભીડ સાથે ઘોડા – બગ્ગીઓ – રંગબેરંગી છત્રીદળે – અર્ધરાત્રિએ પણ રસ્તાઓમાં ઝગપગાર ફેલાવી – અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

હવેલીએથી કેનાલ રોડ-ગુંદાવાડી ચોક થઈ પ્રસ્તાવ પંડાલ તરફ પ્રયાણ કરતી શોભાયાત્રાનું ઠેર – ઠેર સેંકડો વૈષ્ણવ પરિવારોએ ફુલોની છોળોથી સ્વાગત કર્યું હતું.રશેષકુમારજી જરકશી જામા અને આંટાળી લાલ પાગ ઉપર સહેરાધારી અનેરી દિવ્યતા છવાઈ હતી.હજારોની ભીડ – રાસકિર્તનોની રમઝટ વચ્ચેની આ શોભાયાત્રા-નગરમાંથી પસાર થતાં રાત્રે 12 વાગ્યે પણ શહેરનાં રાજમાર્ગોમાં ચક્કાજામ સાથે ફુલોનો રંગ છવાયો હતો.

આ વરઘોડો યાત્રાની અનોખી તૈયારી માટે સમિતિનાં અગ્રણીઓ ચીમનભાઈ લોઢીયા , હસમુખભાઇ ડેલાવાડા , દિનેશભાઈ કારીઆ, સુખાભાઈ કોરડીયા, સુરેશભાઈ કોટક, બુઝુગ એવા અન્તુભાઈ સોની, વ્રજ્યામ કમીટીનાં ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, સુભાષભાઈ શીંગાળા , હર્ષદભાઈ રાજપરા , હિરેનભાઈ સોની સહિત 150 થી વધુ સ્વયંસેવક કાર્યકર્તાઓ પાછલા એક મહીનાથી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.