Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસે દરોડો પાડી તેને ચાલુ ફરે છે દારૂ પિતા પકડી પાડ્યો હતો અને તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો મળતા તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવતા તબીબનો ભાંડો ફૂટ્યો હતો

Screenshot 2023 02 07 14 13 24 28 D42880649A00C9801C9724Ee5930D224

વિગતો અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ફરજ દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતો. એ સમયે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં મળી આવ્યો હતો.અને ત્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.ખોખર ચારેક વર્ષથી કરારી તબીબ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસ પાસે કબૂલાત આપતા તેની સામે ગુનો નોંધાયો હતો.

જ્યારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. એસ.પી.રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે 3 અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરી 24 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.