Abtak Media Google News

તા.14 થી 19 સુધી વધારાની બસ દોડાવશે

હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે ત્યારે જુનાાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં જવા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહા શિવરાત્રી 18 ફેબ્રુઆરીને શનિવારે છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા વધારાની રર9 બસો તા. 14 થી 19 દરમિયાન દોડાવવામાં આવશે. જુનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જવા માટે 56 બસ દોડવામાં આવશે. તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

જુનાગઢમાં યોજનાર મહાશિવરાત્રીના મેળામાં જવા માટે તા. 14 થી 19 દરમિયાન એસ.ટી. નિગમ દ્વારા વધારાની 229 બસો મૂકવામાં આવી છે. જરુર પડયે વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિ-ભકતોનો મેળાવડો જામતો હોય છે યાત્રીકોને સુવિધાને ઘ્યાને રાખી એસ.ટી. તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.

જેમાં રાજકોટ ડીવીઝન અંતર્ગતના બસ સ્ટેશનોમાંથી વધારાની રર9 બસો દોડાવવામાં આવશે. જયારે જુનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જવા માટે 56 બન દોડવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.