Abtak Media Google News

વર્ષ  2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન બેનરના મામલે વિજયભાઈને રજૂઆત કરવા જતા મામલો બિચકયો ‘તો

2017માં વિધનસભાની ચૂંટણી વેળાએ બેનર હટાવવા પ્રશ્ર્ને તાત્કાલીક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  રાજકોટ સ્થિત નિવાસ સ્થાને હંગામો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે  કોંગીના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ સહિત છ કોંગી આગેવાનોને પુરાવાના અભાવે નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

બનાવની હકીકત એવી છે કે ,  વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષને જગ્યાએ બેનર માર્યું હતુ  તે બોર્ડ ભા.જ.પ.ના કાર્યકરોએ તોડી પાડેલ હતા. જેથી , કોંગ્રેસપક્ષના કાર્યકરો તે સ્થળે ફરીથી બોર્ડ મારવા ગયા હતા . ત્યાં ભા.જ.પ.ના કાર્યકરો   અને  કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થયેલ   કોંગી કાર્યકર પર   હુમલો કરેલ હતો . જેની માહીતી મળતાં કોંગ્રેસપક્ષના  ઉમેદવાર ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂ , મહેશભાઈ રાજપુત , મિતુલ દોંગા , ભાવેશ બોરીચા , જગદીશ મોરી , તુષાર નંદાણી તથા હેમંત વિરડા  સહિતત  200 થી 250 વ્યકિતઓનુ ટોળુ બ્રહમસમાજ ચોક પાસે એકઠુ થયેલ હતુ તેવી માહીતી ગાંધીગ્રામ પો . સ્ટે.મા મળા સ્ટાફ બનાવ સ્થળે પહોંચેલા હતા અને તે વખતે કોંગ્રેસના કાર્યકરો  સાથે ટોળુ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ મુકામેના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો વિરૂધ્ધ રજૂઆત કરવા જતા હોય હાજર રહેલા પોલીસવાળાઓએતેમની રોકીતેમની સામે  ગુનો નોંધી સાત આરોપીઓની અટકાયત  કરેલી હતી ચાર્જશીટ કરેલ હતુ.

સમગ્ર કેસ ચાલી જતા ફરીયાદપક્ષ તરફથી ત્રણ આજુબાજુના દુકાનના માલીકો , પંચો તથા પોલીસના સાહેદો તથા જાહેરનામાના સાહેદ તથા તપાસનીશ એચ . આર . ભાટુૂને તપાસવામાં આવેલ હતા.

બચાવપક્ષ ઘ્વારા એવો બચાવ લેવામાં આવેલ હતો કે , એકપણ આરોપીએ જાહેરનામામાં પ્રતિબંધિત કરેલ કૃત્ય પૈકી એકપણ કૃત્ય કરેલું નથી કે આચારસંહિતાનો પણ કોઈ ભંગ કરેલો નથી.

કોઈ જાહેર કે ખાનગી મિલ્કતને નુકશાન પહોંચાડેલૂ નથી .  પોલીસ કર્મચારીને કોઈપણ પ્રકારની  ઇજા થયેલી હોય તેવુ પણ બનેલુ નથી . આરોપીઓ સામે આચારસંહિતાના ભંગ બદલ એકપણ ગુન્હો નોંધવામાં આવેલ નથી . ફરીયાદપક્ષના તમામ સાહેદોની ઉલટ તપાસ કરી બચાવપક્ષ બચાવ ધ્વારા  કોર્ટના રેકર્ડ ઉપર ઉપરોકત હકીકત લાવવામા સફળતા મળેલી હતી.

સમગ્ર કેસ ચાલી જતા રાજકોટના  ત્રીજા ચિફ જયુડી . મેજીસ્ટ્રેટ  એચ . એન . દેસાઈ મેડમે પુરાવાની વિસ્તૃત તુલના કરી ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ નથી અને હાલના આરોપીઓ પૈકી એકપણ વ્યકિતએ ગુનો કરેલ હોય તેવુ  કોર્ટના રેકર્ડ ઉપર લાવી શકેલ નથી તેવુ માની લ 32 પાનાનો વિસ્તૃત ચુકાદો આપી તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.

આ કામમાં બચાવપક્ષે દફતરી લો ચેમ્બરના વિધ્વાન ધારાશાસ્ત્રીઓ  પથિક દફતરી, ભાવિન દફતરી , દિનેશ રાવલ , શ્રીમતી નુપુર પથિક દફતરી , શ્રીમતી નેહા ભાવિન દફતરી , યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા , પરેશ કુકડીયા , વિક્રાંત વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, અને નિશા સુદ્દા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.