Abtak Media Google News

ઓફિસમાં આવવા-જવા પર પ્રતિબંધ, સર્ચ ઓપરેશન ચાલુ : દરોડાને લઈને કોંગ્રેસે આક્ષેપો કર્યા

દિલ્હી અને મુંબઇ ખાતે આવેલ બીબીસીની ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાના છે. અહેવાલો અનુસાર, બીબીસીની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે અને તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. બીબીસીના લંડન હેડક્વાર્ટરને પણ દરોડા અંગે માહિતી આપવામાં આવી છે.

Advertisement

આજે સવારે  દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા વિભાગની ટીમ હજુ પણ કચેરીમાં હાજર છે. અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગની 60-70 સભ્યોની ટીમ બીબીસી ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરાઈ છે. ઓફિસમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ બીબીસી પર આઇટીના દરોડાના સમાચાર બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું, “પહેલા તેઓએ બીબીસીની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો અને હવે આવકવેરા વિભાગે બીબીસીપર દરોડા પાડ્યા છે.” આ એક અઘોષિત તરીકે બનાવેલ કટોકટી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.