Abtak Media Google News

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ વચ્ચે યુદ્ધ મુદ્દે વાતચીત, શાંતિ જાળવીને નવી સંધિ કરવા અમેરિકાની હાંકલ

વસુધૈવ કુટુંબકમને વરેલું ભારત વિશ્વ શાંતિ સ્થાપવા નેતૃત્વ કરી રહ્યું છે.જેનાથી અનેક દેશો પ્રભાવિત થયા છે. તેવામાં ભારતમાં આયોજિત જી 20 બેઠક ઉપર વિશ્વભરની મીટ મંડરાયેલી છે. ત્યારે જી 20 બેઠક અમેરિકા અને રશિયાને નજીક તો લાવ્યું છે. પણ સમાધાન સાધવાના ભારતના પ્રયત્નો ફળશે કેમ? તે આવનારા સમયમાં ખબર પડશે.

યુક્રેન વિવાદ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ થોડા સમય માટે દિલ્હીમાં મળ્યા હતા.  બંને દેશોના વિદેશ મંત્રીઓએ દિલ્હીમાં ચાલી રહેલી જી20 બેઠકમાં ભાગ  લીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ બેઠક લગભગ 10 મિનિટ ચાલી અને એન્ટની બ્લિંકને લવરોવને કહ્યું કે યુએસ યુક્રેનને સમર્થન કરવાનું ચાલુ રાખશે.

રશિયાના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જી20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ખૂબ જ ટૂંકી વાતચીત કરી.  રશિયન પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને જી20 બેઠકના બીજા સત્ર દરમિયાન વિદેશ પ્રધાન લવરોવનો સંપર્ક કરવા જણાવ્યું હતું.  જી 20 મીટિંગના બીજા સત્ર દરમિયાન તેમનો સંપર્ક થયો હતો

અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને જી-20 બેઠકમાં પોતાની ટિપ્પણીમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને આર્થિક સ્થિરતા માટે આપણે રશિયાને તેના આક્રમક યુદ્ધનો અંત લાવવા અને યુક્રેનમાંથી હટી જવા માટે આહ્વાન કરવાનું ચાલુ રાખવું જોઈએ.  કમનસીબે, યુક્રેન સામે રશિયાના ઉશ્કેરણી વગરના અને ગેરવાજબી યુદ્ધથી આ બેઠક ફરી છવાયેલી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.  યુક્રેન પર આક્રમણને લઈને અમેરિકા અને તેના પશ્ચિમી સહયોગીઓ રશિયા પર દબાણ વધારી રહ્યા છે.

મેં આજે રશિયાના વિદેશ મંત્રી લવરોવ સાથે ટૂંકી વાતચીત કરી હતી.  મેં રશિયાને તેના બેજવાબદાર નિર્ણયને પાછો ખેંચવા અને નવી સંધિનો અમલ ન કરવા વિનંતી કરી.  એ પણ અહેવાલ છે કે મેં રશિયન વિદેશ પ્રધાનને કહ્યું હતું કે વિશ્વમાં અને અમારા સંબંધોમાં ગમે તે થઈ રહ્યું હોય, યુનાઇટેડ સ્ટેટ્સ હંમેશા યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યુનિયનની જેમ વ્યૂહાત્મક શસ્ત્ર નિયંત્રણ પર જોડાવા અને પગલાં લેવા તૈયાર રહેશે.

બ્લિંકને કહ્યું કે જ્યારે મેં વિદેશ નીતિના વરિષ્ઠ અધિકારીને જોયા ત્યારે મેં એ માહિતી અંગે મારી ચિંતા વ્યક્ત કરી હતી કે ચીન રશિયાને શસ્ત્રો સપ્લાય કરવાનું વિચારી રહ્યું છે, મેં કહ્યું કે આ ચીન સાથેના આપણા સંબંધોમાં ગંભીર સમસ્યા હશે અને તેના પરિણામો આવશે.

યુદ્ધનો અંત લાવવા માટે ભારત જ ચોકસાઈથી વાત કરવા સક્ષમ : અમેરિકા

રશિયા- યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે એકમાત્ર ભારત જ ચોકસાઈથી વાત કરવા સક્ષમ છે. તેવું અમેરિકાએ સત્તાવાર નિવેદન આપ્યું છે. વધુમાં જણાવ્યું છે કે યુદ્ધનો અંત લાવવામાં ભારત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બીજી તરફ ભારત દ્વારા પણ એવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે રશિયા- યુક્રેન યુદ્ધ માટે જી20 બેઠક મહત્વની સાબિત થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.