Abtak Media Google News

વિકાસના નવા બીજ રોપ્યા: 1,26,352.47 લાખના કામોને બહાલી આપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વિકાસના પથ પર નિરંતર ગતિ કરી રહયું છે અને ગુજરાતનો વિકાસ આજે દેશ માટે દિશા સૂચક બની ગયો છે*

દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સર્વ સમાવેશક અને સર્વવ્યાપક વિકાસ થયો છે. રાજયની ભાજપ સરકાર જન કલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શીખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. ભાજપ અને વિકાસ એક બીજાનો પર્યાય બની ગયા છે.

ડબલ એન્જનવાળી સરકારના નેતૃત્વમાં ગુજરાત રાજયે વિકાસના નૂતન આયામો સર કર્યા છે. માનવ વિકાસને સીધા સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ, મહિલા અને બાળવિકાસ, આવાસ, રોજગાર વગેરે ક્ષેત્રે વ્યક્તિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ ધ્વારા ગુજરાતએ વિકાસની હરણફાળ ભરી છે. રાજય સરકારની વ્યક્તિલક્ષી વિવિધ યોજનાઓ હકારાત્મક રીતે લાભકારી નિવડી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડી પર ગુજરાત આજે વિકાસના પથ પર નિરંતર ગતિ કરી રહયું છે અને ગુજરાતનો વિકાસ આજે દેશ માટે દિશા સૂચક બની ગયો છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સતાએ ધુરા સંભાળી તેને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે બે વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી રજુ કરવામાં આવી છે. ત્યારે ગામ સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ’ ના મંત્રને સાકાર કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સતાને સેવાનુ માધ્યમ બનાવી રાજકોટ જિલ્લાનો સર્વાંગિ વિકાસ થાય તે દિશામાં વિવિધ કામગીરી કરી છે.

રૂ. 28603 લાખ ના ખર્ચે  રાજકોટ જીલ્લાના ગામ થી ગામ ને જોડતા  394.60 કી.મી. ના રોડ રસ્તાના 144 કામો મંજુર કરવામાં આવ્યા.

રૂ. 17292.12 લાખ ના ખર્ચે માર્ગ – મકાન વિભાગમાં આર  બી. સ્ટેટ દ્વારા રાજકોટ જિલ્લામાં રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા.

રૂ.  2899.89 લાખ ના ખર્ચે  હેઠળ 61.05 કી.મી. લંબાઈ ના રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તાર ના રોડ ના કામો કરવામાં આવ્યા.

રૂ. 735 લાખ ના ખર્ચે 15માં નાણાપંચ  અંતર્ગત સોલાર રૂફટોપ ,આંગણવાડી તથા શાળાઓમાં R.O. પ્લાન્ટ ,વેસ્ટ કલેક્શન માટે E – રીક્ષા , LED લાઈટે ,સી.સી. કેમેરા વગેરે જેવા વિકાસના કામો ગ્રામ્ય જનોની સુખાકારી અને સુવિધા માટે મંજુર કરવામાં આવ્યા.

આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય સુવિધા , આરોગ્ય સેવાઓ , રોગ પ્રતિરક્ષણ રસી , મેલેરિયા નાબુદી , આરોગ્ય અને પરિવાર કલ્યાણ , પ્રસુતી અને બાળ આરોગ્ય , ચિરંજીવી યોજના, નીરોગી બાળક યોજના, કસ્તુરબા પોષણ યોજના, સંક્રમિત દર્દીઓ માટે તબીબી      સહાય યોજના જેવી આરોગ્ય વિષયક સેવા માટે રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 5460 લાખ ખર્ચવામાં આવ્યા.

નવા કલાસ રૂમ , બોય – ગર્લ્સ ટોઇલેટ બ્લોક, સ્ટ્રેંથીંગ ઓફ સ્પોર્ટ્સ , સેફટી એન્ડ  સિક્યુરિટી એટ સ્કુલ લેવેલ , પ્રતિભાશોધ યોજના ,પીવાના પાણીની યોજના, સ્વચ્છતા, પુસ્તકાલય, ફર્નીચર, મોર્ડનનાઈઝેશન, શાળાઓમાં પેવર બ્લોક , સ્કુલ રિપેરિંગ, સમગ્ર શિક્ષા અભિયાન વગેરે જેવી શાળાઓની પાયાની સુવિધા અને અપગ્રેડેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની શાળાઓ માટે રૂપિયા  9726.48 લાખ નો ખર્ચ કરવામાં આવ્યો.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા તથા માળખાકીય સુવિધા માટે જિલ્લા કક્ષાની 15% વિવેકાધીન ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 1375 લાખના કામો મંજુર કરવામાં આવ્યા.

એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સી.સી. રોડ , LED લાઈટે વગેરે જેવા વિકાસકીય કાર્ય માટે 1650 લાખ ખર્ચવામાં આવ્યા.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે ટ્રેકટર, થ્રેસર, પાઈપ લાઈન, સબમર્સિબલ પંપ વગરે જેવા ખેતી વિષયક સાધનોની ખરીદી માટે સબસીડી તથા        વિવિધ યોજનાઓ માટે રૂપિયા 120.87 લાખ ખર્ચવામાં આવ્યા.

પશુ પાલન વિભાગ દ્વારા કુત્રિમ બીજદાન, ખાણદાણ , રસીકરણ, ગાયો ના નિભાવ ખર્ચ, ચાફ કટર , વિવિધ પશુ સવર્ધન વિકાસ યોજના વગેરે યોજનાઓ પાછળ 982.05 લાખ ખર્ચવામાં આવ્યા.

જલ જીવન મિશન અંતર્ગત ” સે જલ” યોજના હેઠળ રાજકોટ જિલ્લાના વિવિધ ગામો માટે 1445.84 લાખ ખર્ચવામાં આવ્યા.પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના પીવાના પાણીની વિવિધ 11 જુથ યોજનાઓ માટે 31561.2 લાખ ના કામો મંજુર કરવામાં આવ્યા.

મનરેગા દ્વારા નવા 67 પંચાયત ઘરો , તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ , કેટલ શેડ , બંધ પાળા , તળાવ ઊંડા ઉતારવા , પેવર બ્લોક ,કોઝવે તથા વિનીકરણ વગેરે જેવા કામો   પાછળ 1250.59 લાખ ખર્ચવામાં આવ્યા.

રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રી દ્વારા પોતાના સ્વભંડોળમાંથી પોતપોતાના       મત વિસ્તારના ગામોમાંથી મળેલ રજૂઆતો અન્વયે વિકાસ કાર્યોમાં રૂપિયા 1026 લાખ ફાળવવામાં આવ્યા.

રાજકોટ જિલ્લાના સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય ને લગતા નવા ચેક ડેમ,ચેકડેમ રિપેરિંગ,ચેકડેમ ઊંડા ઉતારવા તથા પ્રોટેકશન વોલ વગેરે માટે 1675.91 લાખના કામો મંજુર કરવામાં આવ્યા હતા.

રૂડા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના 48 ગામોમાં રીંગ રોડ, સી.સી.રોડ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ લાઈન, LED લાઈટ વગેરે જેવી માળખાકીય સુવિધા માટે રૂપિયા 18995.22 લાખના કામો મંજુર કરવામાં આવ્યા હતા. 1,26,352.47 લાખ ના વિકાસ ના  કામો સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તાર ના લોકોને આધાર અપડેટ માટે દુર ના જવું પડે તે માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકા દીઠ 5 ગામોને આધાર અપડેટ કીટ પ્રમુખ તથા  જિલ્લા વિકાસ અધિકારીની ઐય્છીક ગ્રાન્ટ   માંથી આપવામાં આવી. રૂ. 2700 લાખ ના ખર્ચે કુવાડવા – સરધાર વાઈડનીંગ – રીકાર્પેટ અને રૂ. 500 લાખના ખર્ચે રફાળા – જામગઢ – ચાચડીયા મેજર બ્રીજ ના કામો મંજુર કરવામાં આવ્યા હતા.

સુપોષણ અભિયાન અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાના બાળકો ને સુપોષિત કરવા સ્વ ખર્ચે       ન્યુટ્રીશન બાર આંગણવાડી ના બાળકો ને વિતરણ કરી સામાજિક જવાબદારી નિભાવી હતી.

ધારાસભ્ય  જયેશભાઈ રાદડિયા તથા ડેરી ચેરમેન  ગોરધનભાઈ ધામેલીયા સાથે       સહિયારા પ્રયાસથી અમુલ ફેડ-2 ના 500 કરોડના પનીર તથા મિલ્ક પાવડર ના પ્લાન્ટ ને  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવમાં આવેલ જેનું ઈ – ખાતમુર્હત વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  દ્વારા કરવામાં આવેલ.આ પ્રોજેક્ટ થી પશુપાલકો તથા રોજગારીમાં ફાયદો થશે.

રાજકોટ જિલ્લાના તમામ ગામો માં જે સ્મશાનમાં સ્મશાન ખાટલાની જરૂરીયાત હશે તે તમામ ગામોમાં સ્મશાન ખાટલા  માટે સ્વ ભંડોળની ગ્રાન્ટ માંથી આધુનિક સ્મશાન ખાટલા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.