Abtak Media Google News

બે સગાભાઈ વિરૂધ્ધ નોંધાતો ગુનો

હળવદમાં ત્રણ શખ્સો વચ્ચે થઇ રહેલ ઝઘડામાં સમાધાનની ભૂમિકા નિભાવવા ગયેલ યુવાન પર બે શખ્શોએ છરીથી હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમા બે સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, હળવદના નવા દેવળીયા ગામ સરકારી દવાખાના પાસે હળવદના નવા દેવળીયા ગામ ખાતે રહેતા પ્રધ્યુમનસિંહ દશરથસિંહ પરમાર તથા પંકજસિંહ દશરથસિંહ પરમાર સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર સાથે ઝઘડો કરતા હોય જે ઝઘડો કરવાનું મંગળસિંહ અનોપસિંહ પરમાર (રહે. નવા દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી)એ ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ પ્રધ્યુમનસિંહે ફરીયાદી મંગળસિંહને વાહાના ભાગમાં ડાબી સાઇડ નીચેના છેલ્લા પાસળા પાસે તેમજ પેટના ભાગે તેમજ જમાણા હાથ ઉપર છરીના ઘા મારી તેમજ પંકજસિંહે ફરીયાદી તથા સિધ્ધરાજસિંહને મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.