Abtak Media Google News

ઓખા, બેટ દ્વારકા,  હર્ષદની મુલાકાત લેશે: ડિમોલીશન કરાયેલા સ્થળોએ પણ જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને  ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવશે. ઓખા,બેટ દ્વારકા અને હર્ષદની પણ મૂલાકાત લ્યે તેવી શકયતા જણાય રહી છે. સીએમ અને  એચએમની મૂલાકાતને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત  ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજયમાં દરિયાઈ સુરક્ષાને  વધુ મજબૂત બનાવવા માટે  ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  તાકીદની  બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત  બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભોગાત સહિતની  દરિયાઈ પટી વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આજે મુખ્યમંત્રી અને ગૃહરાજય મંત્રીની દ્વારકા જિલ્લાની મૂલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

બપોરે 3 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષભાઈ  સંઘવીનું મીઠાપુર  હેલીપેડ  ખાતે આગમન થશે ત્યાર બાદ તેઓ ઓખા અને બેટ દ્વારકા ખાતે જશે અહી દરિયાઈ પટી વિસ્તારમાં કરવામાં આવેલા  ગેરકાયદે દબાણોનાં ડિમોલીશનનું નિરીક્ષણ કરશે.બેટ દ્વારકાથી તેઓ કોઈ મોટી જાહેરાત કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. ત્યારબાદ સીએમ  દ્વારકાધીશ મંદિરે દર્શન માટે જશે દ્વારકાથી તેઓ હર્ષદની પણ મૂલાકાત લ્યે તેવી શકયતા નકારી શકાતી નથી.

આવતીકાલે બજેટ સત્રપૂર્ણ થઈ રહ્યું છે.  ત્યારે આજની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દેવભૂમિ દ્વારકા જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે.જે ઘણું જ  સૂચક માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.