૧૦૦થી વધુ ગુનામાં સંડોવાયેલ ખુંખાર અતીક અહેમદ અંતે દોષિત જાહેર

ખૂંખાર ગેંગસ્ટર અતિક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો છે. 100 થી ગુન્હામાં સંડોવાયેલા અતિક અહેમદને જૂન,2019થી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. વર્ષ 2007માં ઉમેશ પણ અપહરણ અને હત્યા કેસમાં પોલીસ હવે અતિક અહેમદને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અતિક અહેમદ વિરુદ્ધ હત્યા સહિતના અંદાજીત 100 જેટલા ગુન્હા નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં બીએસપીના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ તાજનો સાક્ષી હતો જેનું અપહરણ અતિક અહેમદ ગેંગ દ્વારા કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સાથેના અથડામણમાં અતિક અહેમદ ગેંગે ઉમેશ પાલ અને બે પોલીસ કર્મીઓની હત્યા નિપજાવી હતી.

પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાઓ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.

કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અંસાર અહેમદ ઉર્ફે અંસાર બાબા, ખાન સુલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાઝ અખ્તરને દોષિત ઠેરવ્યા છે. એક આરોપી અંસાર અહેમદનું મોત થયું છે. અત્યારે અતીક અહેમદ, અશરફ અને ફરહાન જેલમાં હતા. બાકીના આરોપીઓ જામીન પર બહાર હતા.