Abtak Media Google News

1950 થી 1970 ના બે દશકાનો બેજોડ કલાકારનો અંતિમ સમય ખુબ જ દર્દનાક હતો: 1939માં તેની પ્રથમ ફિલ્મ ‘એક હી રાસ્તા’ ખુબ જ સફળ રહી હતી: તેણે 70 થી વધુ ફિલ્મોમાં અભિનય સાથે આઠ ફિલ્મોનું નિર્માણ પણ કર્યુ.

પિતાની ઇચ્છા પુત્ર પોલિસ કર્મી બને તેવી હતી, પણ શેખ મુખ્તારને ફિલ્મી દુનિયામાં રસ હતો: તેની અંતિમ ફિલ્મ ‘નુરજહાં’ જ તેનો અંત સાબીત થઇ હતી: આ ફિલ્મ તેને લખલુંટ ખર્ચે નિર્માણ કરી હોવાથી આર્થિક મુશ્કેલી આવી પડી હતી.

બોલીવુડની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ-આરા’માં વિલન તરીકે પૃથ્વીરાજકપુર હતા જે બોલીવુડના પ્રથમ વિલન ગણાયા – એ જમાનામાં તમામ કલાકારોની હાઇટ, બોડી, કદાવર, શરીર સાથે પડછંદ અવાજ હતો, જેમાં એ વખતના તમામ કલાકારોની હાઇટ છ ફુટ જેવી હતી. સોહરામ મોદીના ડાયલોગથી જ ફિલ્મ હીટ થઇ જત હતી. બ્લેક વ્હાઇટ ફિલ્મના યુગમાં દેવકુમાર, કે.એન.શીંગ, બી.એમ.વ્યાસ, પ્રદિપકુમાર, પૃથ્વીરાજ કપૂર જેવા ઘણા કલાકારો ઘણા પ્રભાવિત હતા. આ ગાળામાં એક નામ એટલે શેખ મુખ્તાર, જેને બોલીવુડનો પ્રથમ  ‘માચોમેન’ કહેતા હતા. તેમણે 1939થી ફિલ્મ યાત્રા શરુ કરીને ફિલ્મ એક હીરાસ્તા, માં એ વખતની જાણીતી અભિનેત્રી નલીની જયવંત સાથે મુખ્ય ભૂમિકા ભજવીને ફિલ્મને સફળ બનાવી હતી.

પિતાની ઇચ્છા પુત્રને પોલીસકર્મી બનાવવાની હતી પણ શેખ મુખ્તારના દિલો દિમાગમાં ફિલ્મી દુનિયા છવાયેલી હોવાથી શિક્ષણ બાદ તેઓ નાટય શાળામાં જોડાય ગયા હતા. તેનો સફળ દાયકો 1950 થી 1970 વચ્ચે ર0 વર્ષ જેવો રહ્યો હતો. તેણે તેની કારકિર્દીમાં 70 થી વધુ ફિલ્મોમાં અભિનય સાથે 8 સફળ ફિલ્મો નું નિર્માણ કર્યુ હતું. મોગલે આઝમની સફળતા બાદ તેમાથી પ્રેરણા લઇને તેને એ જમાનાના જાણીતા અભિનેતા પ્રદિપકુમાર અને અભિનેત્રી મીનાકુમારીને લઇને ફિલ્મ ‘નુરજહાં’ બનાવી હતી. આ તેની અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મ તેને લખલુંટ ખર્ચે બનાવી હોવાથી અને પાકિસ્તાનમાં રિલીઝ કરતી વખતે કેસ થતાં તેઓ ત્યારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. કેસ જીત્યા પહેલા જ તેમને ‘હાર્ટ એટેક’ આવતા મૃત્યુ થયું હતું. જો કે તેના અવસાન બાદ આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી.

1938 માં શરુ કરેલ બોલીવુડ યાત્રા 1980 સુધી ચાલી હતી, તેની બધી જ ફિલ્મો સફળ રહી હતી. તે પોતાની જીવનની બધી કમાણી ફિલ્મ ‘નુરજહાં’ માં લગાવી હતી અને એ ફિલ્મ તેનું સપનું હતું. ફિલ્મમાં વિશાળ સેટ દર્શકોએ બહુ જ વખાણ્યા હતા. તેના પ્રિમિયર શોમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલા હાજર રહ્યા હતા. આ ફિલ્મ પાકિસ્તાનમાં ખુબ જ સફળ રહી હતીને સિનેમાઘરોમાં વ્યવસ્થા માટે એ વખતે પોલીસ રાખવી પડતી હતી. રૂવાબદાર શરીરને છ ફુટને બે ઇંચની હાઇટ સાથે ચહેરા પર ડાઘ સાથે આ કલાકાર પડદા ઉપર આવતા ત્યારે તેની સામેના તમામ કલાકારો ફિકકા પડી જતાં હતા. 1950 થી 70 ના બે દશકામાં તે બોલીવુડના એક બેજોડ કલાકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા.

શેખ મુખ્તારનો જન્મ ર4 ડિસેમ્બર 1914માં થયો હતો. દિલ્હીમાં શિક્ષણ મેળવીને એક પરિચિત ની થિયેટર કંપનીમાં જોડાઇને કોલકતા રહેવા ગયા હતા. તેમનું મૃત્યુ 65 વર્ષની વયે 1ર મે 1980 માં પાકિસ્તાન ખાતે થયું હતું. દેણું થઇ જતા તેઓ નુરજહાં ની અસલ પ્રિન્ટ સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તે ગાળા દ્રષ્ટિ  ગુમાવીને અંધ પણ થઇ ગયા હતા. શેખ મુખ્તાર તેમની એન્ટિ હીરોની ભૂમિકા માટે ખુબ જ જાણીતા હતા.

તેમણે નાદિર શાહ (1968), કિલર્સ (1969), ઉસ્તાદ 4ર0 (1969), બદમાર (1969), ગુંડા (1969), મેરા દોસ્ત (1969), દો ભાઇ (1969), મંગુ દાદા (1970), હમ સબ ચોર હે (1971), કહીં આર કહીં પાર (1971), જેવી ફિલ્મોનું સફળ નિર્માણ પણ કર્યુ હતું. આ સિવાયની ફિલ્મો નુરજહાં, ગુનેગાર, સરદાર, દો દુશ્મન, રાત અંધેરીથી, લંબુ ઇન હોંગ કોંગ, શમશેર, એકરાત, સબ કા ઉસ્તાદ, બાદલ, સ્પાઇ ઇન ગોવા, શેરૂ ડાકુ,, લાલ બંગલા, ઠાકુર જનરલશીંગ, સ્મગલર, સરહદી લુટેરે, હમ સબ ઉસ્તાદ હૈ, બીરજાુ ઉત્તાદ, ફૈસલા, શબનમ, તેલ માલીક બૂટ પાલિસ, ઉમર કૈદ, રામુદાદા, બડા આદમી, દો ઉસ્તાદ અને મીસ્ટર મંગુ જેવી સફળ ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો.

જાુના જમાનાની ફિલ્મોમાં આ કલાકારો ઉપર ફિલ્મમાં ફિલ્માંકન થયેલા રફી – તલત – હેમંત – જેવા ગાયકોના સુંદર ગીતો આજે પણ આપણને મીઠડા લાગે છે. શેખ મુખ્તારે તેની કારકીર્દી દરમ્યાન તેના સમયનાં તમામ જાણીતા કલાકારો સાથે કામ કરીને એક અમીટ છાપ છોડી હતી. તેનો ફિલ્મી પડદે રૂવાબ અનોખો હોવાથી તે તેના જમાનામાં ખુબ જ જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા પણ હતા. એ જમાનાના તમામ હિરો પોતાની ફિલ્મોને દિલો જાનથી ચાહતા હતા ને આજના કલાકારોની જેમ કયારેય પૈસા પાછળ દોંટ લગાવી ન હોવાથી તેમનો અંતિમ સમય ઘણો કપરો હતો, એ વખતના તમામ કલાકારોની સ્થિતિ મારી ન હોવાથી તો પણ કોઇ મદદ ન મળતા છતાં હિંમત હારતા જ હતા.

શેખ મુખ્તાર જેવા એ વખતના તમામ કલાકારો એક બીજાને મદદ કરતાં અને જરુર જણાયે એક બીજાની ફિલ્મોમાં મફત કામ કરીને પણ કલાકાર ધર્મ નિભાવતા હતા. જુના ગીતો, તેના શબ્દો, સંગીત સાથે પડદા પર તેનું ફિલ્માંકન ખુબ જ સુંદર હોવાથી આજે પણ સાંભળવા સાથે તેના બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો જોાવા પણ મળે છે. શેખ મુખ્તાર ની ફિલ્મોના ગીતો, કવ્વાલી સાથે તેના સંવાદો અને આવતી નાનકડી ફાઇટના દ્રશ્યોદ થિયેટરોમાં પ્રેક્ષકો સીટીઓ મારતાને પૈસા પણ (પરચુરણ) ઉડાડતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.