Abtak Media Google News

કામદારો કંપનીના વહીવટી હિસ્સાનો એક મહત્વપૂર્ણ ભાગ છે

કોઈપણ કંપની નાદારી નોંધાવે તો સર્વ પ્રથમ નાણા કોને ચૂકવવા એ અત્યાર સુધી સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે એટલું જ નહીં ઘણા સમયથી એ વાતની પણ ચર્ચા કરવામાં આવતી હતી કે કામદારોને પહેલા નાણા ચૂકવી દેવામાં આવે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે, કામદારો અને માલિક કંપનીના વહીવટી હિસ્સેદારો છે ત્યારે દરેકને નાણાં ચૂકવ્યા બાદ અંતે કામદારોને ચૂકવવામાં આવે અને પછી જો નાણા બચે તો તે કંપનીના માલિકોના ભાગે વહેંચવામાં આવતા હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે હવે કોઈ પણ કંપનીનાદારી નોંધ આવશે તો સર્વ પ્રથમ હિસ્સો લેણદારને જ આપવો પડશે અને અંતે કામદારોને નાણાં ચૂકવવામાં આવશે.

નાદારી એ એક કાનૂની પ્રક્રિયા છે જેમાં વ્યવસાય અથવા વ્યક્તિ દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ હોય છે. આ પ્રક્રિયા એક અરજી સાથે શરૂ થાય છે જે લેણદાર અથવા દેવાદાર દ્વારા દાખલ કરવામાં આવે છે. નાદારીની ઘોષણા કરવી દેવું ચૂકવવા માટેની કાનૂની જવાબદારીઓને મુક્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે અને નાદારીની અરજી દાખલ કરવામાં આવી છે તેના આધારે વ્યવસાય, ઘર અને અન્ય આવશ્યક સંપત્તિઓને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

અત્યાર સુધી વોટરફોલ મિકેનિઝમ દ્વારા નાદારી કાયદા હેઠળ કંપની કોને નાણાં ચૂકવવા તે અંગેની પ્રક્રિયા હાથ ધરતું હતું અને અનેક વખત એ વાતની પણ ચર્ચા કરવામાં આવેલી છે કે કંપની જો નાદારી નોંધ આવે તો હવે સર્વપ્રથમ કામદારોને નાણાં ચૂકવાય પરંતુ સુપ્રીમ કોર્ટની બેચ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો કે જે પણ કંપની નાદારી નોંધાવે તો તેનો સર્વ પ્રથમ હિસ્સો લેણદારને જ આપવો પડશે કારણ કે કર્મચારી જે તે કંપનીના વહીવટી હિસ્ટેદાર છે અને કંપનીની સફળતા અને નિષ્ફળતા તે માલિક અને કર્મચારી બંનેના શિરે છે.

હાલ જે નાદારી કાયદાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તે વૈશ્વિક સ્થિતિ અને વૈશ્વિક નિયમોને ધ્યાને લઈને જ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ પણ એ દિશામાં આગળ વધે છે કે દાદા ની કાયદા હેઠળ કંપનીને અન્ય કોઈ તકલીફનો સામનો ન કરવો પડે અને જે સ્થિતિ છે તે સરળ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.