Abtak Media Google News

શું તમે કરોડિયાની જાળને તમારા કાનમાં રાખવાનું પસંદ કરશો…? કદાચ તો નહિં… પરંતુ જો તમારા મનમાં આ બાબતે કંઇ અસમંજસ હોય અને બીક હોય તો બીંઘામટોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મકડીનાં જાળમાં જે રેશમનું ફાઇબર મળે છે તે હકિકતમાં તમારી સાંભવવાની ક્ષમતાને વધારી શકે છે. વૈજ્ઞાનિકોનું ઉપયોગ સાંભળવા માટે કરો છો, તેની જે માઇક્રોફોનને ઉપયોગ સાંભળવા માટે કરો છો, તેની ક્વોલીટીને વધારી શકાય છે. જ્યારે આપણા સાંભળવાની વાત આવે છે તો આપણે આસપાસનાં જીવજંતુ પાસેથી ઘણુ શીખી શકીએ છીએ. જ્યારે આપણે સાંભળવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરીએ છીએ તો તેના દ્વારા પડતા પ્રેશરના કારણે આપણે કંઇ પણ સાંભળીએ છીએ ત્યારે જીવજંતુઓ સાંભળવા માટે પોતાના વાળનો ઉપયોગ કરે છે. કરોડિયાના જાળમાં મળતા રેશમના ફાઇબરની મદદથી આપણે હવાના દબાણના બદલે તેની ક્વોલીટીને સાંભળવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.

મચ્છર, માખી, અને કરોડિયા આ દરેકનાં શરીર ઉપર ખૂબ જ નાના-નાના વાળ હોય છે જે હવાથી ચલતા અવાજને ઓળખે છે તેના માઇક્રોફોનમાં વિવિધ પ્રકારની આવૃતિઓને દિશાના આધારે સાંભળવાની ક્ષમતા હોય છે જે આપણા સાધારણ માઇક્રોફોનમાં નથી હોતી. આ અભ્યાસ અત્યારે માત્ર કરોડિયાના ફાઇબર પર કરવામાં આવ્યો છે પરંતુ એવા જ ફાઇબરની ટેકનોલોજીને આપણે પણ અપનાવી શકીએ છીએ જેમાં આપણે બીજા કોઇ પાતળા ફાઇબરને જરુરત મુજબ ઉપયોગમાં લઇ શકીએ છીએ. જ્યારે મકડીનાં ફાઇબર ખૂબ જ સતર્કતાથી હવા દ્વારા કોઇ સાઉંડની જાણકારી મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.