Abtak Media Google News

આપની સુરક્ષા એ જ અમારુ ધ્યેય સુત્ર સાથે કામગિરી કરતા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા મોરબી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ તેમજ નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી મોરબી શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે.

મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે. ઇ-ચલણોનાં આવા કુલ-1930 કેસ આગામી તા.13/05/2023 ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે.

જે સંદર્ભે જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે જેથી આપનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ 13-05-2023 પહેલા નીચેના સરનામાં પર સત્વરે ભરપાઇ કરવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.