Abtak Media Google News

World Migratory Bird Day Is A G દર વર્ષે વિશ્વભરના 4 હજારથી વધુ પ્રજાતિઓના પક્ષીઓ નિયમિતપણે એક દેશથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે

પક્ષીઓના આ ‘વર્લ્ડ માઇગ્રેટરી ડે’ની શરૂઆત 1993માં થઇ હતી: સ્થળાંતર કરનાર પક્ષીઓ તેના પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોએ ટુકો મુકાય પણ કરે છે

ઋતુચક્રોના ફેરફાર સાથે વાતાવરણમાં બદલાવ આવતા લાખો પક્ષીઓ પોતાના ખોરાક, પાણીના મુશ્કેલી નિવારણ માટે વિવિધ સ્થળોએ ચોકકસ સમયે સ્થળાંતર  કરે છે. ગ્લોબલ વોમિંગ ની સમસ્યાને કારણે પક્ષીઓના મુળભૂત રહેઠાણો બદલાતા તેની ઘણી સમસ્યા જોવા મળી રહી છે. આજે આવા કરોડો પક્ષીઓ માટેનો વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ ઉજવાય રહ્યો છે, જે વિશ્વભરનાં દેશોમાં 1993 થી ઉજવાય રહ્યો છે.

Advertisement

દર વર્ષે પક્ષીઓ ગરમ આબોહવા, ખોરાક, પ્રજનન પ્રક્રિયા અને માળો બનાવવા માટે હજારો માઇલની મુસાફરી કરે છે. આ પ્રવાસને બદલાતી ઋતુઓને કારણે કરે છે. વિશ્વભરમાં 4 હજારથી વધુ પ્રજાતિના પક્ષીઓ એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરે છે.

દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં આ વર્ષે ‘વોટર સીંગ, ફલોય સોર’ અર્થાત લાઇફ એ બર્ડ અને બર્ડસ કનેકટ અવર વર્લ્ડ નો સમાવેશ થાય છે. પક્ષી પ્રેમીઓ આ દિવસે દુરબીન વડે પક્ષીઓને સવારથી સાંજ નિહાળીને તેનો દરેક બાબતે અભ્યાસ કરે છે. આજકાલ યુવા વર્ગમાં બર્ડ વોચિંગ  નો જબ્બર ક્રેઝ જોવા મળે છે. આવા પક્ષીઓ લાંબા પ્રવાસ દરમ્યાન વિવિધ સ્થળોએ ટુકુ રોકાણ પણ કરે છે. પક્ષીઓના સ્થળાંતર પ્રક્રિયા ઘણી રોચક હોય છે, અમુક પ્રજાતિઓના પક્ષીઓ 1પ હજાર માઇલથી વધુનો પ્રવાસ ખેડે છે.

Dusk

દુનિયામાં બાર હેડેડ હંસ પક્ષી સૌથી વધુ ઉડતું પક્ષી છે, જે દરિયાની સપાટીથી લગભગ 5.5 માઇલની ઊંચાઇએ ઉડે છે. અમુક પ્રજાતિઓ તેના બચ્ચાનો ઉછેર પણ આ પ્રવાસ દરમ્યાન જ કરતાં જોવા મળે છે. ઉડતી વખતે આગળ યુવા લીડરને પાછળ યુવા પક્ષીઓ હોય છે, જયારે વચ્ચેના ભાગે બચ્ચાઓ અને મોટી ઉમરના પક્ષીઓનું ટોળુ બનાવે છે. જળ પક્ષીઓ વધુ સ્થળાંતર કરતાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.