Abtak Media Google News

કોઈપણ ટ્રસ્ટનો સોદો કયારેય થઈ શકે નહી, જો ટ્રસ્ટનો સોદો થયો હોય તો, તે ફોજદારી અને મની લોન્ડરીંગના કાયદા હેઠળ ગેરકાયદેસર છે

ચેરિટી કચેરીના દફતરે નોંધણી સમયે રેકર્ડ ઉપરના પ્રાપ્તી દસ્તાવેજોની સરકારી શરતો સાથે માત્ર વાર માથી મીટર અને કપાતની નોંધ સાથેનો સુધારો યથાવત રહેશે

વિરાણી હાઈસ્કુલ સંદર્ભે  ચેરિટીકમિશ્નર દ્વારા થયેલા ઓર્ડરનું અથર્ઘટન અર્ધસત્ય છે. મિલ્કત રજીસ્ટરની નોંધમાંથી ટ્રસ્ટની  ખાનગી માલીકી છે તે શબ્દ કમિશ્નરના ઓર્ડરથી રદ થયેલ છે. કોઈપણ ટ્રસ્ટનો સોદો કયારેય થઈ શકે નહી, જો ટ્રસ્ટનો  સોદો થયો હોય તો તે ફોજદારી અને  મનીલોન્ડરીંગના  કાયદા હેઠળ ગેરકાયદે છે. તેવું પુરૂષોતમ પીપરીયા જણાવીરહ્યા છે.

આ અંગે પુરૂષોતમ પીપરીયા જણાવે છે કેવિરાણી હાઇસ્કુલની જમીન બાબતે ફેરફાર રિપોર્ટ નંબર 626 2019 , તા .25 / 11 / 2019 ના રોજ ફેરફાર નોંધ દાખલ કરેલ તે સામે ભૂતપૂર્વ વિધાર્થી સહિતાએ  અપીલ દાખલ કરેલ જેનો નંબર 2/2020 હતો અને વિદ્યાર્થીનો તરફથી અપીલમાં જે મુદ્દાઓ ઉઠાવેલ હતા તે પૈકીના મહત્વના મુદ્દાઓને આવરી લઇને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડ અને એડીશનલ મામલતદાર દ્વારા સ્ટેટ ઓફ ગુજરાતએ સંયુકત ચેરિટી કમિશ્નર સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ જેનો નંબર 3/2020 હતા .

ઉપરોકત બન્ને અપીલના કામમાં નામદાર સંયુકત ચેરીટી કમિશ્નર દ્વારા તા .16/05 / 2023 ના રોજ નિવેડો આપવામાં આવેલ જે પૈકી વિદ્યાર્થીઓની અપીલ નંબર 2/2020 ના કામમાં ચૂકાદો આપતા સંયુકત ચેરિટી કમિરનર એ જણાવેલ કે , ફેરફાર રિપોર્ટ સમયે વિદ્યાર્થીઓ પક્ષકાર ન હતા તેમજ ત્રાહિત વ્યકિત તરીકે અપીલમાં દાખલ થવા લીવટુ પરમીશનની અરજી કરેલ નથી તેમજ સગીર વિદ્યાર્થીના વાલી તરીકે અપીલમા દાખલ કરવાનો હકક અધિકાર આપોઆપ મળતા નથી તેવા ટેકનીકલ કારણોસર રદ કરેલ છે ની કે , ગુણદોષ ઉપર.

વિદ્યાર્થીઓએ કરેલ અપીલના મહત્વના મુદ્દાઓને આવરી લઇ સરકારે અપીલ નંબર 3/2020 થી અપીલ કરેલ તે અપીલના કામમાં સરકારના વિદ્વાન એડવોકેટ કમલેશ ડોડીયા અને વિદ્યાર્થીએ કરેલ અપીલના વિદ્વાન એડવોકેટ રવી ગાગીયાએ અપીલ અંગે કરવાની થતી દલીલો કોમન પ્રકારની હોય બન્નેએ અરસપરસ પરામર્શ કરતા વિદ્યાર્થીના એડવોકે રવી ગોગીયાએ અપીલ નંબર 2/2020 મા કરેલ મૌખિક દલીલોને સરકારના એડવોકેટએ એડોપ્ટ કરેલ હતી .  વિદ્યાર્થીઓ અને સરકારની અપીલના મહત્વના મુદ્દાઓ કોમન હતા તે બન્ને અપીલના કામમા સંયુકત ચેરિટી કિંમશ્નર એ ઓર્ડર કરેલ તે પૈકી વિદ્યાર્થીઓની અપીલ અગાઉ જણાવેલ ટેકનીકલ કારણોસર કાઢી નાંખેલ અને સરકારની અપીલ ગુણદોષ આધારીત અંશત: મંજર કરેલ . એટલે કે , 666/ 2019 થી નોંધાયેલ છે તે પૈકી પ્રાપ્તિ નોંધ  મિલ્કતની પ્રાપ્તિ નોંધમા ખાનગી શબ્દ અને સરકારી શબ્દ નોંધેલ છે ) તે રદ કરવાનો અને ટ્રસ્ટની નોંધણી સમયે થયેલ મુળ નોંધની પ્રાપ્તિ દસ્તાવેજોમા જણાવેલ શરતો યથાવત રાખવાનો હુકમ થયેલ છે , જ્યારે કપાત બાદ રહેલ જમીનનુ ક્ષેત્રફળ અને વાર માથી મીટરમા દર્શાવેલ જમીનનુ ક્ષેત્રફળ યથાવત રાખવાન હુકમ થયેલ છે જે વિદ્યાર્થીના હિતમા હોય વિદ્યાર્થીઓએ કોઇ વિરોધ અપીલ કરવાની રહેતી નથી .

ટ્રસ્ટે ટ્રસ્ટની નોંધણી સમયે પીટીઆરમા મિલ્કત નોંધાવતા સમયે રજુ કરેલ દસ્તાવેજો રજુ થયા છે તે અનુસાર સરકાર નિયંત્રિત સત્તા પ્રકારની શરતોને આધિન મિલ્કત આપેલ અમલમાં રહે છે . 2019 ના ખાનગી જમીન અંગેની બાબતોની નોંધમાંથી ખાનગી માલિકીની જમીન શબ્દ રદ કરેલ છે. વધુમાં સરકાર કે વિદ્યાર્થી પક્ષકાર દ્વારા આ જમીન ટ્રસ્ટને આપવામાં આવેલ નથી કે ટ્રસ્ટની માલિકીની નથી તેવી કોઇ દાદ માંગવામાં આવેલ નથી , કેમ કે સરકાએ નિયંત્રીત સત્તા પ્રકારની શરતોએ જમીન આપેલ છે અને ઓર્ડર પછી પણ તે નિયંત્રીત સત્તા પ્રકારની બાબત અમલમા રહે છે , એટલે ” વિદ્યાર્થીઓને ઝટકો કે કાનુની લપડાક ” જેવા શબ્દો જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર છે જેથી આવા શબ્દો અસ્થાને હોય અમારે ધ્યાને લેવાતા થતા નથી . અસલી કાનુની લડત જ્યા સુધી વિરાણી ટ્રસ્ટ ખાનગી માલિકીથી મિલ્કત ખરીદી હોવાના રજીસ્ટર્ડ દસ્તાવેજો રજુ ન કરી શકે ત્યા સુધી વિદ્યાર્થીઓની કાનુની લડત ચાલુ રહેશે તેવો ડો.પુરૂષોત્તમ પીપરીયાએ વિદ્યાર્થીઓ વતી દ્રઢ નિશ્ચય કરેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.