Abtak Media Google News

ગુમ થયેલા  મોબાઈલ  શોધવા રીંગ વગાડી તપાસ કરતા યુવકને પાડોશી બે શખ્સોએ  પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકાએ  મોતને ઘાટ ઉતાર્યો

કચ્છના મોટાખાવડામાં આડા સંબંધની શંકાએ યુવતીના બે ભાઈઓએ  પાડોશમાં રહેતા યુવકને  છરીના બે ઘા ઝીકી  મોતને ઘાટ ઉતાર્યાની પોંલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ મોટા  ખાવડા  રહેતા સોયેબ ઓસમાણ શમા નામના યુવાનને  પાડોશમાં રહેતા અસલમ અભેરાજ શમા અને અલ્તાફ અભેરાજ શમા નામના શખ્સોએ છરીથી  હુમલો  કરી હત્યા કર્યાની   સાધક હારૂન  ગફુરે  પોલીસમાં ફરિયાદ  નોંધાવી છે.

મૃતક સોયેબ ઓસમાણના દાદા હુસેન સિદીકનો મોબાઈલ બે દિવસ પહેલા ગુમ થયો હતો. મોબાઈલ  શોધવા માટે  સોયેબ મોબાઈલમાં  રીંગ વગાડતો હતો આ મોબાઈલ રસીલાબાઈ પાસે હતો એ મોબાઈલ  રસીલાબાઈના ભાઈ અલ્તાફ તપાસ કરી સોંયેબ શમાનો નંબર હોવાથી  સોયેબ શમાને રસીલાબાઈ સાથે આડો સંબંધ હોવાની શંકા સાથે અલ્તાફ અભેરાજ અને તેના ભાઈ અસલમ અભેરાજ ઉશ્કેરાયા હતા અને સોયેબ શમા પર છરીથી હુમલો કરી હત્યા કર્યાનું  ફરિયાદમાં  જણાવ્યું છે. ખાવડા પોલીસ મથકના  પી.એસ.આઈ.   ડી.બી. વાઘેલા સહિતના સ્ટાફે બેં શખ્સો સામે  હત્યાનો  ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.