Abtak Media Google News

વિઠ્ઠલભાઈ રાદડિયા અમર રહોના નાદ સાથે

ખેડૂતોને સુવિધા અને સમૃદ્ધિ આપવાનું સરકારનું મિશન ચાલુ જ રહેશે: ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડ બેડી ખાતે ખેડૂતોને વધુ સારી સુવિધા પુરી પાડવાની નેમ સાથે નિર્માણ પામેલ “શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય” નું લોકાર્પણ ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે ચેરમેનશ્રી જયેશભાઇ બોઘરા, વાઈસ ચેરમેનશ્રી વસંતભાઈ ગઢીયા, સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોભાઈઓ , વેપારીભાઈઓ, દલાલભાઈઓ, મજુરભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ હજારો ખેડૂતો વેપારીઓ દલાલને મજૂર વર્ગની અવરજવર વચ્ચે લોકોને સ્વાદિષ્ટ પોષણયુક્ત અને કીપાયતી ભાવે ભોજન મળી રહે તે માટેના વિશિષ્ટ પ્રકલ્પરૂપ વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક જયેશભાઈ રાદડિયાએ આ સુવિધા ને આશીર્વાદરૂપ ગણાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત અને ખેતીના વિકાસ માટે ના અભિગમને ખરા અર્થમાં સાર્થક કરવા માટે જેવી રીતે ખેડૂતોને પોષણ સમભાવો મળે અને આવક ડબલ થાય તે માટેના પ્રયત્નોની સાથે સાથે માર્કેટિંગ યાર્ડ જેવી કૃષિ સંલગ્ન સંસ્થાઓમાં ખેડૂત વર્ગની સુવિધાઓ હાઇટેક બનાવવાની દિશામાં પણ સરકાર દ્વારા મક્કમ ડગલે પ્રગતિ થઈ રહી છે તેમ જણાવી સરકાર દ્વારા ખેડૂતોની સુખ સુવિધા વધારવા માટેનું મિશન ચાલુ જ રહેશે એવો વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો.  રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો માટે અધ્યતન સુવિધા સાથેની વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય થી ખેડૂતોને દિવસભરની કામગીરી દરમિયાન ઘર જેવું સારું ભોજન મળી રહેશે.

સૌરાષ્ટ્રના સિંહ અને છોટે સરદાર ખેડૂતોના હિત માટે જીવનભર સામી છાતીએ સંઘર્ષ કરી ખેડૂતોના પ્રશ્ને હંમેશા જાગૃત રહેતા સ્વ,ર્વિઠ્ઠલભાઈ રાદડિયા ના આદર્શોને જીવંત રાખી સમાજસેવા અને રાજકીય ક્ષેત્રે સેવાભાવી લોકનેતા અને ખમીરવંતા યુવા આગેવાનની છાપ ધરાવતા સો વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ પિતાના પગલે ખેડૂતોની સતત ચિંતા કરીને સૌ લોકો વધારવા માટે કાર્યરત છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 100 વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય ના ઉદ્ઘાટન સમયે વિશાળમેદનીએ વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્મરણાંજલિ આપી માર્કેટિંગ યાર્ડનું ભોજન લઈ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.