Abtak Media Google News

સત્રના આરંભે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી: થોડા સમયમાં સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ  સહિતના કાર્યક્રમો શરૂ થશે

નાના ભુલકાઓથી લઇ મોટા છાત્રો સુધીનાને વેકેશનની મજાનો માહોલ આજથી પૂર્ણ થયો હતો. લાંબુ ઉનાળુ વેકેશનની સમાપ્તી થતાની સાથે જ આજથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઇ ગઇ છે. જો કે આજે પ્રથમ દિવસે સ્કુલોમાં વિઘાર્થીઓની હાજરી પ્રમાણમાં ઘણી પાંખી રહી હતી. તો વળી અનેક ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય વહેલું આટોપી લેવામાં આવ્યું હતું. ઉધડતી શાળાએ પણ પ્રવેશ માટેની દોડધામ નજરે પડી હતી. એક મહિના કરતાં વધુ લાંબુ ઉનાળુ વેકેશનને પગલે શાળાઓના પ્રાંગણ સુના હતા. ધો. 10 અને 1ર ના પરિણામો જાહેર થયાના પગલે પ્રાથમિક અને માઘ્યમિક વિભાગના તમામ પરિણામો જાહેર થવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે.

ખાસ કરીને ધો. 8 થી 1ર ના પ્રવેશ માટે પાછલા કેટલાક દિવસો દરમિયાન વિવિધ શાળાઓમાં ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન આજથી વેકેશન ખુલી જતા શૈક્ષણીક કાર્ય શરુ થયું હતું.આ ઉપરાંત સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીને લગતા કાર્યક્રમોની ભરમાળ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.