Abtak Media Google News

સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર ફિરોજ સંધીની પોલીસે કરી ધરપકડ

છાશવારે પડધરી કોમીતંગી ઉભી કરનાર સામે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોની માંગ

પડધરીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ગુના ખોરિનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે ગઈકાલે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં પડધરીના એક શખ્સે ઇંસ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાઈ તેમ દેવી-દેવતાઓ પર અપમાની જનક ટીપણી કરી પોસ્ટ મૂકી હતી. જે મામલે પડધરીના સામાજિક કાર્યકર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તાત્કાલિક વિધર્મી આરોપીને પકડી પાડી તેની સોશિયલ મીડિયાની આઈડી બ્લોક કરી દેવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે આખું પડધરી ગામ સજજડ બંધ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વિધર્મી શખ્સ દ્વારા મંદિર પાસે માઈક વગાડવા બાબતે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા.

આ મામલે બનાવવાની મળતી માહિતી અનુસાર પડધરીમાં પાણીયારી શેરીમાં રહેતા સામાજિક કાર્યકર પ્રદ્યુમનભાઈ શંકરલાલભાઈ સાતાએ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી માં તેના જ ગામમાં મેમોન શેરીમાં રહેતા ફિરોજ આમદભાઈ સંધિનું નામ આપ્યું હતું. જય મા તેણે જણાવ્યું હતું કે તેઓ શ્રી હિન્દુસ્તવ સમિતિના સંયોજક તરીકે હોય ત્યારે તેને આરોપી ફિરોજ સંધિની ઈન્સ્ટાગ્રામ આઈડી પર લોકોની લાગણી દુબઈ તેવી દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરી પોસ્ટ મૂકી હતી.

જેથી તેમના દ્વારા આ બનાવની જાણ પડધરી પોલીસમાં કરવામાં આવી હતી જ્યારે આ મામલે પડધરી પોલીસ ફિરોજ સંધિ વિરુદ્ધ ધાર્મિક માન્યતાઓનું તથા સમાજ તેમજ વર્ગોમાં દુશ્મનનાવટ થાય અને કોમમાં ઉશ્કેરાટ ફેલાય તેથી તેને આરોપી ફિરો સંધિ વિરુદ્ધ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. આરોપી ફિરો સંધિ રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં આવેલી એબીસી મેડિકલમાં કામ કરતો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.જ્યારે આ બનાવ બનતા આખું પડધરી ગામ સજ્જડ બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. અને લોકોના ટોળેટોળા સમગ્ર બજારમાં નીકળી પડ્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા આપવા માટે માંગ કરવામાં આવી હતી.

જ્યારે આ ઝડપાયેલા શખ્સની ઇંસ્ટાગ્રામ આઇ. ડી અને વેબ હિસ્ટ્રી તપાસમાં આવે તો સાયબર પોલીસને પણ તેમાંથી કંઈક નવું તપાસમાં જાણવા મળી શકે છે. જેથી આવી બનતી ઘટનાઓમાં તો સાઇબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો વધુ જાણકારી મળી શકે છે.

અગાઉ ધાર્મિક ઉત્સવમાં પણ વિધર્મીઓ દ્વારા છરી વડે હુમલો કરાયો હતો

પડધરીમાં અગાઉ માતાજીના કાર્યક્રમમાં 200 જેટલા વિધર્મીઓનું ટોળું આવી ચઢ્યું હતું. વિધર્મીઓ સાથે અહીં આવેલા સોહિલ સલિમ સાળ નામના એક શખ્સ હિન્દુઓને છરી બતાવી ભેગા ન થવાની ધાક-ધમકી આપી હતી. આ મામલે પોલીસે સોહિલ સાળને દબોચી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. પડધરીના લીમડા ચોક – અયોધ્યા ચોકમાં માતાજીના તાવાની પ્રસાદીનાં કાર્યક્રમમાં આવીને વિધર્મીઓ વિકરતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તુરત એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો ટાણે પાડ્યો હતો જેથી આવી છાસવારે બનતી ઘટનાઓને કાયમી ડાભી લેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.