Abtak Media Google News

વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ સજ્જ

વીજ ઇજનેરો સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના : મેનેજિંગ ડિરેકટર એમ.જે. દવેનું સીધુ મોનીટરીંગ

વાવાઝોડાની સંભવિત અસર સામે પીજીવીસીએલ સજ્જ બન્યું છે. દરેક સબ ડિવિઝનમાં 20થી વધુ લાઈનમેન, 3 ઈજનેર અને કોન્ટ્રાકટરની ત્રણ ગેંગ સ્ટેન્ડ બાય રાખવા સાથે વીજ ઇજનેરો સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર તોળાઈ રહેલ વાવાઝોડાના સંભવીત સંકટ સામે પીજીવીસીએલ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વાવાઝોડાના સંકટના કારણે વીજ ઈજનેરોને હેડકવાર્ટર નહીં છોડવાની સુચના મેનેજીંગ ડિરેકટર એમ.જે. દવે દ્વારા આપવામાં આવી છે. એમડી દ્વારા ગતરોજ પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી ખાતે સંભવીત વાવાઝોડાના ખતરા સામેની બેઠક યોજવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર- કચ્છના તમામ 300 ફોલ્ટ સેન્ટર ઉપર મોનીટરીંગ કરવા કલાસવન અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકશાન વીજથાંભલાને થનાર હોય તે માટે આગોતરૂ આયોજન કરી પુરતા પ્રમાણમાં થાંભલાનો સ્ટોક કરવા જણાવાયું છે. આ ઉપરાંત શહે2-નગરોમાં હોસ્પિટલ અને સરકારી કચેરીનો વીજ પુરવઠો ન ખો2વાય તેવું પ્લાનીંગ કરવા પણ જણાવાયું છે. દરેક સબ ડિવિઝનમાં 20થી વધુ લાઈનમેન, 3 ઈજનેર અને કોન્ટ્રાકટરની ત્રણ ગેંગને વ્હીકલ સાથે સ્ટેન્ડ- ટુ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 6000 લાઇન મેન, 1000 ઇજનેરો અને 4000 ગેંગમેન મળી કુલ 11 હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહેશે.

નીચાણવાળા વિસ્તારોમાં અગાઉથી જ મટીરીયલ્સ પહોંચાડી દેવાશે

ગત વાવાઝોડા વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં જયાં વધુ પાણી ભરાઈ ગયેલ તેવા સ્થળો અલગ કરી ત્યાં અત્યારથી જ મટીરીયલ્સ પહોંચાડવા પણ પીજીવીસીએલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વખતે વરસાદના કારણે અનેક વિસ્તારોમા મટીરીયલ્સ ન પહોંચવાના કારણે વીજ પુરવઠો પૂર્વવત કરાવવામાં ભારે પડકારભરી સ્થિતિ સર્જાઈ હતી.

દરેક સર્કલ અને વિભાગીય કચેરીમાં 24X7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ થશે

પીજીવીસીએલ દ્વારા વાવાઝોડાની સંભવત અસરને પગલે દરેક સર્કલ અને 46 વિભાગીય કચેરીમાં 24 બાય 7 ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ પણ ફરિયાદનો તાકીદે નિવાડો લાવી શકાય. આ ઓપરેશન સેન્ટર ફિલ્ડ સાથે સતત સંપર્કમાં રહી અપડેટ મેળવવાનું તથા માર્ગદર્શન આપવાનું કામ કરશે.

અગાઉ તાઉતેના કારણે પીજીવીસીએલને 1400 કરોડનું નુકસાન થયું હતું

અગાઉ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે આવેલા તાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેરતા પીજીવીસીએલને સૌથી વધુ આશરે 1400 કરોડ નુકશાન થયુ હતું.  પીજીવીસીએલ દ્રારા વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમાં યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડાને કારણે  6046 જેટલા વીજ ફીડરને નુકશાન થયું હતુ અને પ400 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને  ખેતીવાડીનાં  ર.34 લાખ જેટલા વીજ થાંભલા જમીન દોસ્ત થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.