Abtak Media Google News

આખા દિવસનો થાક લાગ્યો હોય તે પછી ચોક્કસપણે માણસે ૬-૮ કલાકની ઉંઘ લેવી જરુરી બની જતી હોય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે સુવાની અલગ-અલગ રીત  હોય શકે છે જેવી કે, પીઠ પડખું ફરીને વગેરે……

પણ શું તમને પણ પેટ પર પડખું ફરીને સુવાની ટેવ હોય તો તમારે ખરેખર આ જાણવું જોઇએ. પેટ પર પડખું ફરીને સુવાની આદત સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તેમ સુવાના ફાયદા કરતાં ગેરફાયદા ઘણાં વધારે છે. ઉપરાંત પેટ પર પડખું ફરીને સુવાની સ્થિતિને સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવે છે. પેટ પર પડખું રાખીને સુવાથી પીઠ અને ગરદનના ભાગે તાણ આવી શકે છે. આવું એટલા માટે થાય છે કેમ કે આપણા શરીરનું મોટાભાગનું વજન ત્યારે વચ્ચેના ભાગ ઉપર આવતું હોય છે.

વધુમાં નિષ્ણાંત પણ એમ કહે છે કે જે વ્યક્તિ પેટ પર પડખું રાખીને સુવે છે તેને પીઠ દર્દ અને ગરદનમાં દુખાવો રહેતો હોય છે. જેને કારણે તે સરખી રીતે સુઇ શકતા નથી.

તમે જ્યારે પેટ પર પડખું ફરીને સૂતા હોવ ત્યારે તમે માથું કાં તો ડાબીબાજુ અથવા તો જમણીબાજુ રાખો છો. જેને લીધે પણ ગરદનમાં દુખાવો વધે છે. જેટલો સમય તે રીતે સુવામાં જાય આ દુખાવો તેટલો વધી શકે છે.

આ ટેવ છોડવી એટલી સરળ હોતી નથી તથા જો તમે અન્ય કોઇ સ્થિતિમાં સુવાનું વિચારી ન શકતાં હોવ તો તેવા સંજોગોમાં તમારે આવી ટીપ્સ અનુસરવી જોઇએ.

– માથાના ભાગે સાવ પાતળુંં ઓશિકું રાખો અથવા તો ઓશિકું જ ન રાખો. જે તમને ગરદનની મુશ્કેલીમાંથી બચાવશે.

– સૂતી વખતે કરોડરજ્જુ પર પ્રેશર ન આવે તે માટે એક વધારાનું ઓશિકું નીચે સાથળના ભાગ પાસે ગોઠવવું જોઇએ, જેથી તમારી પીઠ સમાન સ્થિતિમાં રહેશે.

આ ઉપરાંત પેટ પર પડખું ફરીને સુવાની ટેવ ધરાવનાર લોકોએ કસરતો કરવી જોઇએ તથા સ્ટેચીંગ કરવું જોઇએ જેથી તમારું શરીર ફીટ રહે……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.