Abtak Media Google News

આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૧૮ ભારતીય જુનિયર ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુકાની તરીકે મુંબઈના બેટસમેન પૃથ્વી શો અને ઉપસુકાની તરીકે શુભમ ગીલને નિયુકત કરવામાં આવ્યા છે. ૧૬ દેશો વચ્ચે રમાનાર આ ટુર્નામેન્ટ ૧૩ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી દરમિયાન ન્યુઝીલેન્ડમાં રમાશે.

વર્લ્ડકપની તૈયારી માટે ૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન બેંગ્લોરમાં પ્રેકટીસ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

અંડર-૧૯ વર્લ્ડકપ માટે પૃથ્વી શો (સુકાની), શુભમ ગીલ (ઉપસુકાની), મનોજ કારલા, હિમાંશુ રાના, અભિષેક શર્મા, રિયાન પરાગ, આર્યન જુયાલ (વિકેટ કિપર), હાર્વિક દેસાઈ (વિકેટ કિપર), શિવમ માવી, કમલેશ નાગાકોટ્ટી, ઈરાન પોરેલ, અર્ષદિપસિંહ, અનુકુલરોય, શિવાસિંહ અને પંકજ યાદવ તેમજ સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે ઓમ ભોંસલે, રાહુલ ચહર, નિનાદ રાઠવા, ઉર્વિલ પટેલ અને આદિત્ય ઠાકરેની પસંદગી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.