Abtak Media Google News

સમસ્ત માલધારી સમાજનો એક પણ મત વેડફાઈ નહીં તેની હાકલ કરતા જીતુભાઈ કાટોળીયા અને કાનાભાઈ ચૌહાણ સહિત માલધારી સેલના અગ્રણીઓ વિજયભાઈ રૂપાણીને તોતીંગ લીડથી વિજેતા બનાવવાની નેમ

માલધારી સમાજના અગ્રણી નારણભાઈ માંડણભાઈ વકાતર ૧૫૧ જેટલા કાર્યકરો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન કહ્યું હતું. વોર્ડ નં.૧ના કાર્યાલયમાં વિજયભાઈ રૂપાણીએ અપક્ષ ઉમેદવારી છોડી ભાજપમાં પ્રવેશેલા નારણભાઈ વકાતરને તેમજ તેમના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી માનભેર આવકાર્યા હતા.

આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન નારણભાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીનું માલધારી સમાજ પ્રત્યેનું સકારાત્મક કાર્ય જોઈ હું તેમના ટેકામાં ઉભો રહ્યો છું. ૧૫૧ કાર્યકરોની ટીમ સાથે ભાજપમાં જોડાયું છું. મા‚ નિવાસ સ્થાન જયાં છે તે વોર્ડ નં.૧માં હું વિજયભાઈ રૂપાણીને જીતાડવા માટે તમામ પ્રયાસો કરીશ. આ ઉપરાંત વોર્ડ નં.૨માં મારા અંગત મિત્રો તેમજ કાર્યકરો વિજયભાઈની તરફેણમાં મતદાન કરાવશે.

નારણભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, મારા સમર્થનમાં અનેક માલધારી લોકો છે. આ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ મને ટેકો આપી રહ્યાં છે. સરકાર સાથેના મતભેદ દૂર થયા બાદ અનેક લોકો ભાજપની તરફેણમાં મતદાન કરવાનો નિર્ધાર કરી રહ્યાં છે. માલધારી સમાજ માટે રૂપાણી સરકારે જે કાર્યો કર્યા છે તેને નારણભાઈ વકાતરે ખુબજ વખાણ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, રૂપાણી સરકારે માલધારી સમાજની બે ગર્લ્સ હોસ્ટેલ અને એક બોયઝ હોસ્ટેલને ગ્રાન્ટેડ કરી છે. આ ઉપરાંત રૈયા ગામમાં મચ્છુ માતાજી એજયુકેશન ટ્રસ્ટની જગ્યા માલધારી સમાજને નામે કરી માલધારી સમાજની ૩૫ વર્ષ જૂની માંગણી પૂર્ણ કરી છે. આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ એનીમલ હોસ્ટેલ પણ માલધારી સમાજને આપી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રૂપાણી સરકારે ગોપાલક વિકાસ નિગમમાં દિનેશભાઈ ટોળીયાની વાઈસ ચેરમેન પદે નિમણૂંક કરી છે. તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર તરીકે અગાઉ માલધારી સમાજના રક્ષાબેન બોળીયાની નિમણૂંક કરી હતી.

માલધારી સમાજના નારણભાઈ માંડણભાઈ વકાતરે બહોળી સંખ્યામાં આશરે ૧૫૦ જેટલા કાર્યકરો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં ટેકો જાહેર કરેલ છે. વોર્ડ નં.૧ના કાર્યાલયમાં વિજયભાઈ રૂપાણી અપક્ષ ઉમેદવારી છોડી ભાજપમાં સમાવેશ થયેલા નારણભાઈ વકાતરને તેમજ તેમના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં માનભેર આવકાર્યા હતા.આ તકે નારણભાઈ વકાતરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે માલધારી સમાજના પ્રશ્ર્નોને વાચા આપી છે.

વિજયભાઈ રૂપાણીએ માલધારી સમાજની બે ગર્લ્સ હોસ્ટેલ અને એક બોયઝ હોસ્ટેલને ગ્રાન્ટેડ કરી હતી. આ ઉપરાંત રૈયા ગામમાં મચ્છુ માતાજી એજયુકેશન ટ્રસ્ટની જગ્યા માલધારી સમાજને નામે કરી માલધારી સમાજની ૩૫ વર્ષ જુની માંગણીને પૂર્ણ કરી. આ સિવાય વિજયભાઈ રૂપાણીએ એનીમલ હોસ્ટેલ પણ માલધારી સમાજને આપી છે. તેમજ ગોપાલક વિકાસ નિગમમાં દિનેશભાઈ ટોળીયાની વાઈસ ચેરમેન પદે નિમણૂંક કરી છે. અગાઉ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક મેયર તરીકે માલધારી સમાજના શ્રીમતી રક્ષાબેન બોળીયાની નિમણૂંક કરી આવા અનેક માલધારી સમાજને ઉપયોગી કામગીરી કરી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પક્ષ માલધારી સમાજને ઉપયોગી થતા રહે છે.

ભાજપ માલધારી સમાજને હરહંમેશ ઉપયોગી થતું આવ્યું છે જેની સમગ્ર માહિતી નારણભાઈ વકાતરે આપી ભાજપના સમર્થનમાં જોડાવવા દિનેશભાઈ ટોળીયા, જીતુભાઈ કાટોળીયા, બીજલભાઈ ટારીયા, નાજાભાઈ ટોળીયા અને દિલીપભાઈ બોરીચા તેમજ રાજુભાઈ જાપડે જહેમત ઉઠાવી રહ્યાં છે.

નીલેશભાઈ ભાડેશીયા, હસમુખભાઈ મકવાણા, પંકજભા, બોરીચા, અશાકેભાઈ વાડોલીયા, ધર્મેશભાઈ સોલંકી, રાજુભાઈ ઝાપડા, બી.એચ. ગોહેલ, મોતીભાઈ બામ્બા, મોહીતભાઈ આહિર, કેતનભાઈ ગોહલ, મેરૂભાઈ માટીયા, પંકજભાઈ લાડવા, જગાભાઈ વકાતર, નીરવભાઈ પટેલ, ચીરાગભાઈ લાઠીયા, ભવદીપ ચાવડા, ગૌરવભાઈ વકાતર, સંજયભાઈ સોલંકી, અક્ષયભાઈ પરમાર, મીલનભાઈ, ગૌરવભાઈ વકાતર, મુરભાઈ વકાતર, ભાવેશભાઈ લખતરીયા, વિનુભાઈ કુબાવત, વિમલભાઈ લાડવા, અવિનાશ ભાઈ રાઠોડ, આશીષભાઈ પરમાર, પી.વી.વાઘેલા, ધવલભાઈ વાઘેલા, કિશનભાઈ ગોહલ, રમેશભાઈ કરલાજ, યોગીરાજ સિંહ દરબાર, તારાભાઈ ગમારા, નવઘણભાઈ માટીયા, રોહીતભાઈ, વિરેન્દ્રભાઈ રાઠોડ, આમીજતભાઈ પાંચા, મીલનભાઈ ઝાલા, વિજયભાઈ ભગત, કાનાભાઈ જોટાણીયા, ગૌતમભાઈ ગોહિલ, રવિભાઈ માટીયા, કુલદીપભાઈ વસા, મોહીતભાઈ વ્યાસ, જયભાઈ કાઠી, જયેશભાઈ આહિર, વિવેકભાઈ શીંગાડા, રામભાઈ આહિર, જગાભાઈ વકાતર, વસ્તાભાઈ વકાતર, સંજયભાઈ જેઠવા, જયેશભાઈ, જયેશભાઈ જોટવા, જતીનભાઈ ઘોડીયા, જેઠવાભાઈ જીગર, ચીતન કડીવાળા, મયુરભાઈ ભાયાણી, અનીલભાઈ પરમાર, સાગરભાઈ સોલંકી, અરૂણ દેસાણી, અમીતભાઈ ગજજર, સાજીદ ખાન, નીખીલભાઈ પરમાર, વિશાલભાઈ પરમાર, હાર્દિકભાઈ ગોહેલ, જયદીપભાઈ ગોહલ, વિરલભાઈ ખૂંટ, રાહુલભાઈ ગોહિલ, રવિભાઈ ઘોડીયા, શાંતીલાલ ગાઠીયાવાળા, પીન્યુભાઈ સાધુ, અલ્પેશભાઈ પટેલ, દિવ્યજભાઈ પંડયા, મનીષભાઈ પીત્રોડા, સંજુભાઈ રાઠોડ, જયભાઈ, ધવલભાઈ ડોડીયા, કેતનભાઈ સવનીયા, નીરવભાઈ સોજીત્રા, હિરેનભાઈ ચૌહાણ, હિરેનભાઈ નીમાવત, ચાવડા નીરજ, અમીતભાઈ પરમાર, પ્રતીકભાઈ સોલંકી, દર્મેશભાઈ ઓઝા, દિવ્યરાજ વાઘેલા, દિવ્યાંગ ચંડી, શૈલેષભાઈ સરવૈયા, રાજેષભાઈ સરવૈયા, રાજેષભાઈ ચૌહાણ, ભાવેશભાઈ સતવારા, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ મકવાણા, કિશનભાઈ ગોલતર, રાજુભાઈ બામ્બા, મયુરભાઈ બામ્બા, કરશનભાઈ ગોળતર, તેજસભાઈ વ્યાસ, ચેતનભાઈ સોલંકી, રવિભાઈ રાઠોડ, રાજુભાઈ આહિર, મહેશભાઈ આહિર, પ્રકાશભાઈ હુંબલ, મુતુભાઈ ચાવડા, રાહુલભાઈ દવે, રાહુલભાઈ પંડયા, દિપકભાઈ વાઘેલા, નીકુંજભાઈ ડાંગર, જોષી જયદીપ, મીલનભાઈ જાડેજા, મોહીતભાઈ રાતડીયા, મોહિત સવાણી, ધવલ કોઠરી, ધવલ કોટક, મયુરધ્વજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.