Abtak Media Google News

સલમાનની એકશન અને કેટરીનાનો સ્વેગ: ફિલ્મને બમ્પર ઓપનિંગ મળ્યું

કલાકારો: કેટરીના કૈફ, સલમાન ખાન, ડો. ગીરીશ કર્નાડ, સજજાદ અફરૂદ

પ્રોડકયુસર: આદિત્ય ચોપરા(યશરાજ ફિલ્મ્સ)

ડાયરેકટર:અલિ અબ્બાસ ઝફર

મ્યુઝિક: વિશાલ-શેખર

ફિલ્મ ટાઈપ: એકશન ડ્રામા

સિનેમા સૌજન્ય: કોસ્મોપ્લેકસ

રેટિંગ: પાંચમાંથી ચાર સ્ટાર

સ્ટોરી: ફિલ્મની સ્ટોરી સીરિયામાં આઈએસઆઈએસનાં રાજમાં બંદી બનાવી દેવાયેલી ભારતની ૨૫ નર્સોને મુકત કરાવવાના મિશન ઉપર કેન્દ્રીત છે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે આઈએસઆઈએસ વિશ્ર્વનું સૌથી ખતરનાક સંગઠન સાબિત થયું છે. એટલે ફિલ્મમાં આ આતંકી સંગઠનને ભયાનક રીતે હિંસક દર્શાવવામાં આવ્યું છે. સામા છેડે ભારતીય જાસૂસ ‘હીરો’ ટાઈગરને પણ વધુ તાકાતવાળો બતાવાયો છે. માત્ર હીરો ટાઈગર જ નહી પરંતુ હીરોઈન ઝોયા પણ ઢીશૂમ ઢીશૂમ કરે છે. ગન ચલાવે છે. અને ટાઈગરની સાથે ખભેખભો મિલાવે છે. જેમ રાવણનો વધ થાય તેમ આ ફિલ્મમાં પણ આતંકી વડો ઉસ્માનનો અંત આવે છે? તે જાણવા જોઈ નાખો ટાઈગર ઝીંદા હૈ બાય ધ વે, ‘ટાઈગર ઝિંદા હે’નું શુટિંગ ઓસ્ટ્રિયા, સીરિયા, ઈરાન, ઈટલી અને સ્પેનમાં થયું છે.

એકિટંગ: સલમાન ખાન માટે એકિટંગ નહીં પણ એટિટયૂડ એટલે કે સ્વેગ એટલે કે સ્ટાઈલ શબ્દ વાપરવો પડે અને તે ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હૈ’માં કૂટ કૂટ કે ભરી છે. જો કે દર્શકો પણ સલ્લુને ટાઈગર જેવા ઘાસુ રોલમાં જ જોવાનું પસંદ કરે છે. બાકી રોતલ સલમાનની ફિલ્મ ‘ટયૂબલાઈટ’ દર્શકોએ ફેંકી દીધી હતી. શ‚થી અંત સુધી સલમાને સ્વેગ એટલે એટિટયૂડ બતાવ્યો છે. આ તેને જ સા‚ લાગે. કેટરીના કૈફને સા‚ ફૂટેજ મળ્યું છે. તેને હોલીવૂડના સ્ટંટમેન પાસે ટ્રેનિંગ અપાવવામાં આવી છે. આથી તેની મહેનત પડદા પર રંગ લાવી છે. સલમાન અને કેટરીનાના એકશનના અતિરેકના કારણે રોમાન્સને વધુ જગ્યા મળી શકી નથી.

ડાયરેકશન: ડાયરેકટર અલી અબ્બાસ ઝફેર સલમાન ખાન સાથે સુપરહીટ ફિલ્મ ‘સુલતાન’ આપી છે. મૂળ ફિલ્મ ‘એક થા ટાઈગર કબીર ખાને બનાવી હતી. અલી અબ્બાસ તેમના આસિસ્ટન્ટ હતા. તેમણે ફિલ્મના પ્લોટ અને એકશન સીન પાછળ ખૂબજ મહેનત લીધી છે. તેમણે ફિલ્મમાં એકશન દ્રશ્યો સાવ વાહિયાત ન લાગે તે માટે હોલીવૂડના સ્ટંટ ડાયરેકટરને રોકવામાં આવ્યા હતા. ફિલ્મનો પ્લોટ અલિ અબ્બાસે ખૂદ તૈયાર કર્યો હતો તેથી તેને ન્યાય આપી શકયા છે. ફિલ્મમાં અનેક સીનમાં સિનેમા હોલમાં દર્શકોએ સીટી વગાડવા મજબૂર બને છે. ખાસ કરીને ઝોયાના રોલમાં કેટરીનાને એક નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે.

મ્યુઝીક: ‘ટાઈગર ઝિંદા હૈ’નું વિશાળ-શેખરનું મ્યુઝિક સુપર્બ છે. ફિલ્મની રીલીઝ પહેલા તેના બે ગીતો સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત અને દિલ દી યા ગલ્લા સુપરહીટ થઈ ચૂકયા હતા. એટલે કે લોકજીભે ચઢી ચૂકયા છે. સોશિયલ મીડિયા પર બંને ગીતને રેકોર્ડ બ્રેક હિટસ મળી છે. ફિલ્મનું બ્રેક ગ્રાઉન્ડ મ્યુઝીકસ્ટોરીને અનુ‚પ છે.

ઓવરઓલ: ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હૈ’ સલમાન ખાન સ્પેશ્યલ એકશન પેક મૂવી છે. ફિલ્મમાં બોર થવાનો તો કોઈ ચાન્સ જ નથી. ફિલ્મમાં એકશન ઠાંસી ઠાંસીને ભરી છે. પણ એકાન રીઅલ લાગે છે. ગીતનાં લોકેશનો ખૂબજ રમણીય છે. ટૂંકમાં ‘ભાઈજાન’ સલમાન ખાને ‘ટયૂબલાઈટ’ની નિષ્ફળતાની બધી કસર ‘ટાઈગર ઝિંદા હૈ’માં પૂરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.