Abtak Media Google News

મસાલાની સામગ્રી :

આદુ – ૧ કટકા

લીલુ મરચું – ૨ નંગ

હળદર – અડધી ચમચી

સાકર – થોડી

સુકુ લાલ મર્ચુ – ૧ નંગ

જીરુ – અડધી ચમચી

હીંગ – ચપટીક

તજ – ૧ ટુકડો

તમાલપત્ર – ૧-૨ નંગ

લવીંગ – ૩નંગ

એલચી – ૨ નાની ચમચી

દેશી ઘી – ૧ મોટી ચમચી

મીઠુ સ્વાદ અનુસાર

કાજુ – ફાવ કરેલાં

કોથમીર – જરુરત મુજબ

બટેટા – ૨ મીડીયમ સાઇઝના

મગની દાળ – ૧૦૦ ગ્રામ

ફ્લાવર – નાની સાઇઝની

વટાણા – ૧૦૦ ગ્રામ

બંગાળી ખીચડી બનાવવાની રીત :

સૌ પ્રથમ ચોખાને સારી રીતે બે -ત્રણ પાણીથી સાફ કરવા બટેટાને છીલી તેની લાંબી લાંબી ચીર સુધારો, ફ્લાવરને પણ મોટા ટુકડામાં સમારી લો. આદુને ખાંડી લો, લીલાં મર્ચાને પણ સમારી લો.

હવે એક કડાઇમાં મગની દાળને ગુલાબી થાય ત્યાં સુધી હલાવો. તે સમયે તેમાં ઘી ન નાખવું, હવે તેમાં ઘી, સુકુ લાલ મરચું, જરુ, હીંગનો વઘાર કરો અને બાદમાં તેમાં ચોખા અને અન્ય સામગ્રી ઉમેરો. તેને સરસ રીતે મીક્સ કરો. પછી તેમાં અડધો લીટર ગરમ પાણી ઉમેર ધીમા તાપે પકાવો. અને ખાસ કે ખીચડીને ઢાંકીને ચડવા દો. તે દરમિયાન વચ્ચે તેને હલાવતા રહો. જ્યારે સંપૂર્ણ રીતે ચડી જાય તો સમજવું કે ખીચડી તૈયાર છે.

જ્યારે તેને પીરસો છો તે પહેલાં તેમાં ફરી જીરુ, લાલ સુકુ, મરચુ અને હિંગનો વઘાર ઉપરથી છાંટો અને તેને બરાબર મીક્સ કરો, ત્યાર બાદ તેને કોથમીર અને કાજુથી ગાર્નીશન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.