Abtak Media Google News

સાત વર્ષથી પોતાની ઓળખ છુપાવી બેસેલો આતંકી એરપોર્ટ પર ઝડપાયો

પ્રજાસતાક દિનને માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે ત્યારે ગુજરાત એટીએસે અને દિલ્હી પોલિસે વર્ષ ૨૦૦૦માં લાલ કિલા પર હુમલો કરનારા આતંકવાદી બિલાલ અહેમદ ઠાવાને પકડી પાડયો છે. જોકે અથડામણમાં ૨ આર્મી જવાન અને એક નાગરિક શહીદ થયા હતા. ૩૭ વર્ષનો બિલાલ જેટ એરવેજ ફલાઈટથી શ્રીનગરથી દિલ્હી આવ્યો હતો. ત્યારે સાંજે ૫.૪૦ વાગ્યે આઈજીઆઈ એરપોર્ટથી પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો હતો.એક પોલિસ અધિકારીએ બિલાલનો શ્રીનગર એરપોર્ટથી પીછો કર્યો હતો. ત્યારે બિલાલ લાલ કિલા એટેકના લશ્કરે કમાન્ડરના મુખ્ય અશફક અલિયાસ મોહમ્મદ આરીફ સાથે સતત સંપર્કમાંક હતો અરફકે શ્રીનગરની ૩ અલગ અલગ બેંકોમાં કુલ ૨૯.૫ લાખ જમા કરાવી રાખ્યા હતા. આટલા સમયથી તે કાશ્મીરમાં પોતાની ઓળખ છુપાવી સંતાયેલો હતો ત્યારે હાલ જ તેનો પર્દાફાશ થયો છે. અને અબોટાબાદ પાકિસ્તાનમાં રહેતો અશફકની મોત થઈ ચૂકી છે. તેવી અફવા ફેલાઈ હતી ત્યારબાદ પોલિસ તપાસ ઉપરાંત તેને પકડી પાડી તેના ૧૦ સાથીએ સહિત તિહાર જેલમાં મોકલાયો હતો.

ડિસેમ્બર ૨૨,૨૦૦૦ની સાલમાં રાઈફલ લઈને ૬ આતંકીઓ સાંજે ૭ ૭ વાગ્યાની આસપાસ લાલ કિલામાં બાહોરી ગેટથી ઘૂસ્યા હતા ત્યારે તેમણે ત્રણ લોકોને માર્યા હતા. આ પૂર્વે અશફકે બાટલા એન્કાઉન્ટર પણ કર્યું હતુ જે બાદમાં પોલિસની ગિરફતમાં આવી ગયો હતો. ત્યારે આ હુમલામાં અબુ સમાદ, અબુ સદ, અબુ શકાર, બિલાલ અને હૈદર સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.