Abtak Media Google News

વિરતાને બહાદૂરી બદલ નકદ ઈનામ તેમજ શૌર્યતા પદકથી સુરતનાં ડ્રાઈવરને સન્માનીત કરાશે

ગત વર્ષે અમરનાથમાં થયેલા આતંકી હુમલામાં અનેકે જીવ ગુમાવ્યા હતાતો હજારો યાત્રીઓ ફસયા હતા હુમલા દરમ્યાન સુજબુજ અને બહાદુરીથી પર યાત્રીઓનાં જીવ બચાવવાની કામગીરી માટે સરકારે વલસાડનાં ૩૭ વર્ષિય સલીમ ગફુર શૈખ, બસ ડ્રાઈવરને પુરસ્કૃતકરવાનો નિર્ણય લીધો છે.જેને આજરોજ લોકોની રક્ષા કરવા માટે ઉતમ જીવન રક્ષક પદકથી સન્માનીત કરવામાં આવશે.

જુલાઈ ૧૦,૨૦૧૭ના અમરનાથ હુમલામાં પર યાત્રીકઓને શૈખે બચાવ્યા હતા તેરે આડાઅવડા પર્વતીય રસ્તા ગોળી વર્ષા દરમ્યાન ફલેટ ટાયર સાથે ઝડપી સ્પિડમાં બસ ચલાવી ખરેખર બહાદૂરીનું કામ કર્યું છે. શેખ જણાવે છે કે મે નિર્ણય લીધો હતો કે જયાં સુધી બસ સુરક્ષીત સ્થળે ન પહોચે ત્યાં સુધી હું બસને રોકીશ નહી જેના માટે તેને ગેલેન્ટરી એવોર્ડ માટે ચુનવામાં આવ્યો છે. જોકે અંનતનાગમાં આતંકી હુમલાથી ૮ લોકોના મોત થયા હતા અને ધણાને ગંભીર ઈજા પણ થઈ હતી. જો તે ૮ લોકોના મોત ન થયા હોત તોહું ખૂબજ ગર્વ અનુભવત.

વલસાડમાં પરિવાર સાથે રહેતા ૩ બાળકોનાં પિતા શેખ સલીમની બહાદૂરીની કામગીરીને બિરદાવવા ઉતમ જીવન રક્ષક પદકની ટોપ ૧૩ની યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે. ગૃહમંત્રી દ્વારા પોલીસ માટે પણ ૧૦૭ ગેલેન્ટ્રી મેડલની સુચી બનાવવામાં આવી છે. જેમાંથી ૬૬ની જમ્મુ કાશ્મીરમાં વરણી કરવામાં આવી હતી આજરોજ શેખ સલીમ સહિત ૧૨ ને ઉતમ જીવન રક્ષા પદક તેમજ ૨૪ને જીવન રક્ષા પદકથી સન્માનીત કરવામાં આવશે. સર્વોતમ જીવન રક્ષા પદક મેળવનારને રૂ.૧ લાખ બહાદૂરી અને વિરતા બદલ આપવામા આવશે.

ત્યારે ઉતમ જીવન રક્ષા પદક મેળવનારને ૬૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે. જેમણે બિજા લોકોના જીવ બચાવ્યા હતા. તથા ઘાયલ લોકોની મદદ કરી હતી આ ઉપરાંત ગંભીર ઈજાથી બચાવનારાને ૪૦,૦૦૦ની રાશી અને જીવન રક્ષા પદક આપવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.