Abtak Media Google News

પદ્માવતને લઇ રાજકારણ ગરમાયું: કરણી સેનામાં બે ફાંટા

બંધને લઇને અસમંજશની સ્થિતિ

ફિલ્મ પદ્માવત ગુજરાતમાં રીલીઝ ન થવા છતાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. પદ્માવતને લઈ રાજકારણ અતિશય ગરમાયું છે. કેમ કે, કરણી સેનામાં બે ફાટા પડી ગયા છે. આમ પણ આજે બંધના એલાનને લઈને અસમંજસ એટલે કે, ક્ધફયુજનની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત આજે ફિલ્મ પદ્માવત ઓફિશ્યલી રીલીઝ દેશના અન્ય ભાગોમાં થઈ ગઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં પદ્માવતને લઈને ફરી એક વખત અરજી દાખલ થઈ છે. જેની સુનાવણી હવે થશે.

માત્ર ફિલ્મ જ નહીં પરંતુ પદ્માવતના ગીતો વગાડવા કે તેના ઉપર પરફોર્મન્સ સામે પણ વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે. કેમ કે, ભાવનગરમાં પદ્માવતનું ગીત પણ વગાડવા સામે શાસનાધિકારીએ મનાઈ ફરમાવી દીધી છે. પદ્માવત આજે ગુજરાત સિવાય દેશના અન્ય ભાગોમાં રીલીઝ થઈ રહી છે. ત્યારે હજુ તેની સામે આશાસ્પદ રીતે કાનૂની લડાઈ પણ જારી છે. ગઈકાલે સુપ્રીમમાં પદ્માવત સામે એક તાજી પીટીશન દાખલ થઈ છે જે સુનાવણી માટે વિચારાધીન છે. આ મુદ્દો રાષ્ટ્રીય હકકો અને ખાનગી હકકો તેમજ ઐતિહાસિક વારસાને લઈને છે. કેમ કે, જે લોકોએ એટલે કે, ફિલ્મ વિવેચકોએ પદ્માવત જોઈ છે તેમને હકારાત્મક રીવ્યુ આપ્યો છે. તેમના પોઝીટીવ રીવ્યુને લઈને મુંબઈમાં ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ યોજાયું હતું. જેમાં ફિલ્મના ડાયરેકટર સંજય લીલા ભણસાલી અને બોલીવુડ કલાકારોએ ફિલ્મ જોઈ હતી.

દરમિયાન પદ્માવતને લઈને કરણી સેનામાં બે ફાટા પડી ગયા છે. આજે બંધને લઈને અસમંજસ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજયમાં આમ તો સીનેમાઘરમાં ફિલ્મ રીલીઝ થવાની નથી. આમ છતાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં જે તોફાનો થયા તેને લીધે પ્રશાસનની પરીક્ષા લેવાઈ ગઈ હતી. ૨૦૦૦ના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરએએફની ટુકડીએ અમદાવાદમાં ફલેગ માર્ચ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.