Abtak Media Google News

સરકારી કર્મચારીઓના પગાર વધારા અને ક્રૂડના ઊંચા ભાવને પગલે ૨૦૧૮૧૯ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રિટેલ ફુગાવો . ટકાથી . ટકાની રેન્જમાં રહેવાની ધારણા

ભારતીય રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની ચાલુ નાણાકીય વર્ષની અંતિમ સમીક્ષા બેઠકમાં અપેક્ષાનુસાર ‘ન્યૂટ્રલ સ્ટાન્સ’ જાળવી રેપો રેટ ૬ ટકા અને રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાના સ્તરે યથાવત જાળવી રાખ્યો હતો.

મધ્યસ્થ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ રાજકોષીય ખાધની ચિંતાજનક સ્થિતિની મેક્રો ફાઈનાન્શિયલ ઈફેક્ટને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફાર કરવાનું ટાળ્યું હતું. કમિટીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રિટેલ ફુગાવા પર નજર રાખવી પડશે કારણ કે તેમા વધારાની શક્યતા છે.

સરકારી કર્મચારીઓના પગાર વધારા અને ક્રૂડના ઊંચા ભાવને પગલે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રિટેલ ફુગાવો ૫.૧ ટકાથી ૫.૬ ટકાની રેન્જમાં રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગામી નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફુગાવાનો દર ૪.૫થી ૪.૬ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

ધિરાણ નીતિ જાહેર કરતાં મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું કે રિટેલ ફુગાવાને ૪ ટકાના સ્તરે જાળવી રાખવાના લક્ષ્યને કારણે અમે ન્યૂટ્રલ સ્ટાન્સ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય પદાર્થો અને ઈંધણના ભાવમાં સતત વધારાને કારણે રિટેલ ફુગાવો નવેમ્બર-૨૦૧૭માં ૪.૮૮ હતો તે ડિસેમ્બર-૨૦૧૭માં વધીને ૫.૨૧ ટકાની ઊંચી સપાટીએ આવી ગયો હતો. બજેટમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસની જે જોગવાઈ કરી છે તેને કારણે ફુગાવા પર અસર પડશે કે કેમ? તે અંગે હાલમાં ક્યાસ કાઢવો ઘણું વહેલું ગણાશે.

બજેટમાં ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર મૂકતી જોગવાઈઓને આવકારતાં મધ્યસ્થ બેન્કે ૩૧ માર્ચે પૂરા થનારા ચાલુ નાણાકીય વર્ષ માટેના આર્થિક વિકાસદરનો ટાર્ગેટ અગાઉના ૬.૭ ટકાની સરખામણીમાં ઘટાડીને ૬.૬ ટકા કર્યો હતો. જોકે, ૨૦૧૮-૧૯માં ૭.૨ ટકાના વિકાસદરનો અંદાજ બાંધ્યો છે.

RBIના ગવર્નર ઊર્જિત પટેલ સહિત મોનેટરી પોલિસી કમિટીના પાંચ સભ્યઓ વ્યાજદર યથાવત જાળવી રાખવાનો મત દર્શાવ્યો હતો જ્યાકે એક માત્ર સભ્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ પતરાએ વ્યાજદર વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. RBIની પોલિસી જાહેરાત બાદ શેરબજાર ઘટ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.