Abtak Media Google News

અકઘાનના કંદહારનો રહીશ મુજીબ ઝાદરાણ આઇ.પી.એલ.-૧૧નું આકર્ષણ છે. તે હજુ ૧૬ વર્ષનો જ છે છતાં ક્રિકેટ સ્ટાર તરીકે ચમકારો બતાડી રહ્યો છે. તાજેતરમાં આઇ.પી.એલ. ઓકશનમાં રૂપિયા ૪ કરોડની બોલી લગાવીને તેને પંજાબ કિંગ્સ ઇલેવન દ્વારા ખરીદી લેવાયો છે. આઇ.પી.એલ.માં ત્રીજો અફઘાની ખેલાડી છે.

અફઘાન-ઝીમ્બાબ્વે વચ્ચેની વન-ડે મેચમાં તેણે માત્ર ૫૦ રન આપી  પ વિકેટ ઝડપી છે. તેણે પાકિસ્તાનના વકાર યુનુસનો રેકોર્ડ તોડયો છે. વકારે ૧૮ વર્ષની વયે એક વન-ડેમાં પ વિકેટ ઝડપી હતી.

સ્વાભાવીક રીતે જ શારજાહમાં રમાયેલી મેચમાં અફઘાને ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ૨૦૧૭માં આયરલેન્ડ સામે પ્રથમ મેચમાં જ મુજીબે ૫વિકેટ ઝડપી હતી.અફઘાનના ઘણાં ખેલાડીઓ સારુ ક્રિકેટ રમે છે. અનાઉલ્લા ખાન નામનો અફઘાનનો એક ક્રિકેટર કેનેડાનું રાજય બ્રિટિશ કોલમ્બિયાની ટીમમાંથી રમે છે. કેનેડાની સરકારે તેને ત્યાંનુ નાગરીકત્વ પણ આપી દીધું છે.કેનેડાની ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવા માગે છે કદાચ આવતા વર્લ્ડ કપમાં કેનેડાની ટીમ અતાઉલ્લા ખાનના નેતૃત્વ તળે મેદાનમાં ઉતરે તો નવાઇ ન પામતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.