Abtak Media Google News

સુત્રધાર દિનેશ પટેલે ખોડીયારનગરનું મકાન બાવાજી અને આહિર શખ્સને મકાન વેચાણ કર્યા બાદ ફસાતા મકાન ધ્વંશ કરવા બોમ્બ બનાવ્યાનું ખુલ્યું: વિસ્ફોટક સામગ્રી મોરબી અને જસદણથી ખરીદ કરી’તી: ચારેયનો રાજકોટ પોલીસ કબ્જો મેળવી રિમાન્ડ મેળવશે.

ખોડીયારનગરમાં ૧૪ ફેબ્રુઆરીએ દલપતભાઇ વ્યાસના મકાન પાસેથી ટાઇમર બોમ્બ મળી આવ્યા બાદ બોમ્બ કોણે બનાવ્યો અને શા માટે બ્લાસ્ટ કરવો હતો તે અંગે રાજકોટ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉંડી તપાસ શ‚ કરી હતી દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બોમ્બ પ્રકરણનો ભેદ ઉકેલી મોરબીની મહિલા તેના બે પુત્રો અને જસદણના શખ્સની ધરપકડ કરી સુત્રધારની શોધખોળ હાથધરી છે. ચારેયની પૂછપરછ દરમિયાન ખોડીયારનગરમાં દિનેશ પટેલ નામના શખ્સે એક જ મકાન બાવાજી અને આહિર શખ્સને વેચાણ કર્યા બાદ ફસાતા વિવાદીત મકાન બોમ્બ બ્લાસ્ટ કરી મકાન ધ્વંશ કરી નાખવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર વ્યું છે. બોમ્બ પ્રકરણના માસ્ટર માઇન્ડ દિનેશ પટેલની પોલીસે શોધખોળ શ‚ કરી છે. રાજકોટ પોલીસ ચારેયનો કબ્જો મેળવી રિમાન્ડ પર લેશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશન જે.કે.ભટ્ટના માર્ગ દર્શન હેઠળ બોમ્બ પ્રકરણનો ભેદ ઉકેલી અંજુ ઉર્ફે રંજન, તેનો પુત્ર વીકી, જય અને જસદણના પ્રવિણ ઉર્ફે પવલાની ધરપકડ કરી પૂછપરછ કરતા અંજુ ઉર્ફે રંજનના કહેવાતા પતિ દિનેશ પટેલના કહેવાથી પ્રવિણ ઉર્ફે પવલાએ ખોડીયારનગરમાં બોમ્બ મુકયો હોવાનું બહાર આવ્યું છે. બોમ્બ બનાવવા માટે જ‚રી વિસ્ફોટક સામગ્રી મોરબીથી ઘડીયાળ અને જસદણના કમળાપુર પથ્થરની ખાણ માટે ઉપયોગમાં લેવાતા જીલેટીન અને કેપડી સહિતની સામગ્રી ખરીદ કર્યાનું બહાર આવ્યું છે. દિનેશ પટેલને ખોડીયારનગરમાં ભાયુ ભાગના મકાન બાવાજી અને આહિર શખ્સને વેચાણ કરી વિવાદ સજર્યો હતો. અને મકાનનો સમગ્ર વિવાદનો અંત લાવવા માટે દિનેશ પટેલે મકાન બોમ્બથી ઉડાવી દેવા પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ખોડિયારનગરશેરી નં.૩માંી ત્રણ કિલો વિસ્ફોટક ભરેલો ૪ કિલોનો ટાઈમ બોમ્બ મળી આવ્યાની ઘટનામાં રાજકોટ પોલીસને પણ કેટલીક મહત્ત્વની વિગતો મળી છે. ટાઈમ બોમ્બ જે મકાન પાસેી મળ્યો હતો તે દલપતભાઈ વ્યાસના મકાનની બાજુમાં આવેલા નીતિનભાઈ બાવાજીના મકાનમાં બ્લાસ્ટ કરવાનો આરોપીનો પ્લાન હોવાનું સ્પષ્ટ યું છે. દિનેશ પટેલે મકાન બે વ્યક્તિઓને વેચ્યું હતું. બાબતે વિવાદ યો હતો અને પૂરા રૂપિયા મળતા મકાન બોમ્બ પ્લાન્ટ કરીને ધ્વસ્ત કરી નાખવાનું હતું. સદ્દનસીબે બોમ્બ ફૂટ્યો ન હતો અને મોટી જાનહાનિ ટળી હતી. દિનેશ પટેલ કાલાવડ તાલુકાના બામણા ગામનો છે અને રાજકોટમાં છેલ્લા ચાર વર્ષી રહેતો હતો અને વાવડીમાં કારખાનું પણ હતું. કુસંગત અને ર્આકિ ખેંચના કારણે તે ઊંધા રવાડે ચડી ગયો હતો અને ક્રાઈમની આંટીઘૂંટીમાં સપડાયો હતો.  સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, દિનેશ પટેલે રિક્ષા ચલાવવાનો ધંધો કરતા નીતિન ગોરધનભાઈ બાવાજીને પાંચ લાખ રૂપિયામાં મકાન વેચ્યું હતું. જેના પેટે અઢી લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. મકાનનો સોદો પતે તે પહેલાં દિનેશ પટેલે ભગવાનજીભાઈ આહીર નામના વ્યક્તિ સાે મકાનનો સોદો કરીને મકાનના બદલામાં ગોંડલ રોડ પર પરિન ફર્નિચરની પાછળ એક ફ્લેટ લીધો હતો. દિનેશ, તેની કહેવાતી પત્ની અંજુ અને બે બાળકો મકાનને તાળાં મારીને ભાગી છૂટ્યા બાદ મકાન ભાડેી આપી દેવાયું હતું. જો કે નીતિનભાઈ બાવાજી ગત ૨૮ જાન્યુઆરીએ પત્ની, બે બાળકો અને નાનાભાઈ સો મકાનમાં રહેવા આવી ગયા હતા. ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીએ બોમ્બ પ્લાન્ટ કરાયાની ઘટના બની હતી. આમ દિનેશ પટેલનો પ્લાન દલપતભાઈ વ્યાસનું મકાન નહીં, પરંતુ નીતિન બાવાજીનું મકાન બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો. રંજનઉર્ફે અંજુના એક ભાઇનું નામ દિનેશ હતું. દિનેશને આજી ૧૩-૧૪ વર્ષ પહેલાં કુવાડવા ગામમાં કોઇની સો તકરાર તાં હરીફ જૂે દિનેશની હત્યા કરી નાખી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

નિકાવા નજીક બામણા ગામનો દિનેશ પટેલ પરિવારનો છે, કુસંગતે ચડ્યા પછી ર્આકિ રીતે પાયમાલ દિનેશ અવળા રસ્તે ચડી ગયો હતો. દિનેશનો એક ભાઇ હાલમાં સુરત રહે છે અને ત્યાં મોટાગજાના બિલ્ડર તરીકે તેની ગણના ાય છે.

બોમ્બપ્રકરણમાં પોલીસ તપાસી બચવા માટે દિનેશે મોરબીમાંી ઉચાળા ભર્યા ત્યારે અંજુ પણ તેની સો હતી. મોરબી છોડ્યા પછી અંજુ ોડા દિવસ જસદણના કનેસરા ગામમાં રોકાઇ હતી અને ૪ દિવસ પહેલાં જસદણમાં મકાન ભાડે રાખીને રહેવા ગઇ હતી.બોમ્બપ્રકરણમાં માસ્ટર માઇન્ડ મનાતો દિનેશ પટેલ છેલ્લા કેટલાક સમયી મોરબીના વાવડી રોડ પર મકાન ભાડે રાખીને રંજન ઉર્ફે અંજુ અને અંજુના બે સંતાન સો રહેતો હતો. વિસ્તારમાં તેણે ૩ મકાન ભાડે રાખ્યા હતા. આવક માટે તેણે રોડ પર હરિપર કેરાળા ગામમાં ભાડાની દુકાનમાં રેડીમેઇડ ગારમેન્ટનો ધંધો શરૂ કર્યો હતો. બોમ્બ પ્રકરણમાં બેટરી, ઘડિયાળના મશીનની તપાસ માટે પોલીસના મોરબીમાં આંટાફેરા વધી જતાં દિનેશ ભાગી ગયો હતો. જેવિસ્તારમાંી ટાઇમ બોમ્બ મળ્યો હતો ખોડિયારનગરમાં દિનેશ અગાઉ લાંબો સમય રહ્યો હોવાની વિસ્તારના લોકો તેને ઓળખતા હતા. બોમ્બ મૂકવા જાય તો ઓળખાઇ જવાની પૂરી સંભાવના હોવાની દિનેશે કોઇ પણ રીતે પ્રવીણને ગુનાહિત કાવતરામાં સામેલ વા તૈયાર કર્યો હતો. બોમ્બ તૈયાર ઇ ગયા પછી પ્રવીણ મારફત ખોડિયારનગરમાં બોમ્બ મુકાવ્યો હોવાનું પોલીસની પ્રામિક તપાસમાં ખુલ્યું છે.

મકાન ઉડાવી દેવાનું હતું.દિનેશ સો રહેતી અને પોતાને દિનેશની પત્ની તરીકે ઓળખાવતી રંજન ઉર્ફે અંજુએ અગાઉ રાજકોટના એક ગરાસિયા શખ્સ સો લગ્ન કર્યા હતા. જેના કી અંજુને બે બાળકો યા હતા. જેમાં મોટો જયદીપ અને નાનો વિકી પણ સો રહેતા હતા. વિકીએ કોળી યુવતી સો પ્રેમલગ્ન કરી લીધા બાદ તે રાજકોટ છોડીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કોળી પરિવારનું દબાણ વધતા અંજુ, દિનેશ અને જયદીપ પણ ખોડિયારનગરમાં આવેલા મકાનને તાળાં મારીને ભાગી છૂટ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.