Abtak Media Google News

માણાવદર નગરપાલિકા માં  નવા વરાયેલા કોંગ્રેસના હોદેદારો એ સાતના સૂત્રો સંભાળ્યા છે પ્રમુખ તરીકે નિર્મળસિંહ ચુડાસમા તથા ઉપ પ્રમુખ તરીકે જયેશભાઇ વાછાણી એ ચાર્જ સંભાળી શહેરને વિકાસ નો અગ્ર દરજજો આપવા પ્રથમ પાયોરિટી માં પાણી , સફાઈ તથા રસ્તા ના કામો હાથ ઉપર લીધા છે

પ્રમુખ અને ઉપ પ્રમુખ તથા ચુંટાયેલા સભ્યો ની મળેલી બેઠક માં શહેરમાં કથળેલી પાણી સમસ્યા તથા સફાઇકામ ને સર્વ પ્રથમ હલ કરવા અધિકારીઓ સાથે ચર્ચાઓ શરૂ કરી છે શહેરના વિસ્તારના બાકી રહેતા કાચા રસ્તાઑ સીમેન્ટ થી મઢવા અને સ્લમ વિસ્તારોમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો તથા નવી લાઇટો ના કામને આગળ વધારવા આદેશો કરવામાં આવ્યા છે .

બુરાઈ ગયેલી ગટરોને ખોલી પાણી નો નિકાલ સરળ રીતે થાઇ શકે તે માટે ની યોજના ધડાઇ છે . આ બેઠક માં કોંગ્રેસ પક્ષ ના ચુંટાયેલા ૧૫ સભ્યો તથા અપક્ષ લડેલા જયંતીભાઈ પનારા એપણ ભાગ લીધો હતો અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે….

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.