Abtak Media Google News

શિવસેના સાથી પક્ષની જગ્યાએ વિરોધ પક્ષ તરીકેનું વર્તન કરતો હોવાનો ભાજપના વરિષ્ઠ નેતાઓનો આક્ષેપ

મહારાષ્ટ્રમાં ભાજપની ફડણવીસ સરકાર અને શિવસેના વચ્ચેની યુતિ તુટવાના આરે હોવાની શંકા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. આ યુતિ તુટશે તો મહારાષ્ટ્રમાં વચ્ચગાળાની ચૂંટણી વાની શકયતા છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મેયર સહિતની મહત્વની બેઠકો પર શિવસેનાને ઉમેદવારો ઉભા ન રાખવાની ટકોર ભાજપે કરી હતી. પરંતુ શિવસેનાએ ભાજપની ટકોરને ધ્યાને ન લીધી હતી. પરિણામે ભાજપ અને શિવસેના વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે અને બન્ને એકબીજાનો સા છોડી દે તેવી સંભાવનાઓ છે.

શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રમાં ઘણા સમયી સત્તા મામલે ખેંચતાણ ચાલી રહી છે. બન્ને પક્ષોની વહીવટી વિચારધારા અલગ અલગ હોવાી અનેક વખત શાબ્દીક યુધ્ધ પણ યા છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજયોની ચૂંટણી પહેલા ભાજપની નેતાગીરી શિવસેના સો છેડો ફાડવાની તૈયારી કરી હતી. ઉત્તરના રાજયોમાં ભાજપને ધારી સફળતા મળશે તો ભાજપ મહારાષ્ટ્રમાં વચ્ચગાળાની ચૂંટણી યોજવા તૈયાર હતો. અલબત ઉત્તરપ્રદેશની અભૂતપૂર્વ સફળતા બાદ આ વિચાર એકાએક બદલાઈ ગયો હતો અને મહારાષ્ટ્રમાં શિવસેના સો ગઠબંધન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. અલબત હાલ પરિસ્િિત ફરી બદલાઈ છે. ભાજપના નેતાઓ શિવસેના દ્વારા કરવામાં આવતા તોલભાવી નારાજ છે. શિવસેના મિત્ર પક્ષની જગ્યાએ વિરોધ પક્ષ તરીકેનું વર્તન વધુ કરતી હોવાનો આક્ષેપ ભાજપના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યાં છે. ખેડૂતોના ધિરાણ મુદ્દે સેનાએ અગાઉ કોંગ્રેસ અને એનસીપીને ટેકો પણ આપ્યો હતો. આ તમામ બાબતી ભાજપની નેતાગીરી નારાજ છે. અધુરામાં પૂરું મેયરના પદ સહિતના મહત્વના પદ માટે કયાં પક્ષના ઉમેદવાર રહેશે તે અંગે પણ બન્ને વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે જે ભાજપ અને શિવસેનાની યુતિને તોડે તેવી શકયતા છે. પરિણામે મહારાષ્ટ્રમાં વચ્ચગાળાની ચૂંટણીના એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.