Abtak Media Google News

સ્વાસ્થ્ય અને આરોગ્યને જાળવવું એ આ સમયમાં જરા કઠિન કામ બન્યું છે. જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિગની તેમજ લાઇફ-સ્ટાઇ રહ્યું છે. જેના કારણે સ્વસ્થ્યની સલામતીના અને પ્રશ્નો પણ થયા છે. તેવા સમયે અહિં વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જે સ્વાસ્થ્યની સાથે સ્વાદ પણ આપે છે. એટલે કે ટાઇગ નટ્સ. ટાઇગર નટ્સ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે તો આવો જોઇએ ટાઇગર નટ્સનાં ફાયદા વિશે…..

– એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર :

ટાઇગર નટ્સમાં એન્ટી ઓક્સિડેનનું પ્રમાણ વધારે જોવા મળે, જે શરીરમાં વધારતા ઓક્સિડેન્ટસને કંટ્રોલ કરીને અનેક બિમારીઓથી રક્ષણ આપે છે.

– ત્વચાનાં પ્રશ્નો દૂર કરે છે.

ટાઇગર નટ્સમાં ભરપૂર માત્રામાં ઓલેઇક એસિડ રહેલું હોય છે જે સ્કિનને વધુ નરમ બનાવે છે. સાથે સાથે ત્વચાને બહારી પ્રદૂષણથી પણ રક્ષણ આપે છે. રોજના આહારમાં ટાઇગર નટ્સનો સમાવેશ કરવાથી માનવ શરીરમાં પૂરતા પ્રમાણમાં પોલ્યુન્સતુરટેડ ફેટ્ટી એસિડ મળી રહે છે જે સ્વાસ્થ્ય માટુ ખૂબ જ જરુરી છે.

– ફાઇબરનો શ્રેષ્ઠતમ સ્ત્રોત

આપ સૌને ખ્યાલ જ છે કે શરીર માટે ફાઇબર કેટલું મહત્વનું છે. જે પાચનક્રિયા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ ડાયાબીટીસ અને હદ્ય સંબંધિત રોગોમાં પણ ઉપચારાત્મક સાબિત થાય છે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે તે વજન ઘટાડવામાં પણ મહત્વનો આહાર સાબિત થાય છે.

– દૂધની અવેજીમાં ટાઇગર નટ્સનો ઉપયોગ :

દૂધમાં રહેલાં તમામ તત્વો અને સત્વો ટાઇગર નટ્સમાં પણ રહેલાં છે એટલે જ જો દૂધ નથી ભાવતુ તો તેની અવેજીમાં તમે ટાઇગર નટ્સ લઇ શકો છો. જેમાં વિટામિનE વિટામિન Cપણ રહેલાં છે જે રક્ત પ્રવાહ, હાઇ કોલેસ્ટ્રોરોલ, માટે ખૂબ અસરકાર હોય છે.

– એન્ટિબેક્ટેરીયલ તત્વો પણ હોય છે.

ટાઇગર નટ્સ ખાવાથી શરીરમાં રહેલાં જીવાણુંઓની રાહત મેળવી શકાય છે. કારણ કે તેમાં એન્ટિ બેક્ટેરીય તત્વો રહેલાં છે. આ ઉપરાંત તે પાચનશક્તિને પણ વધારે છે.

– ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.

બ્લડ સુગરનો લેવલને રેગ્યુલર કરે છે. ટાઇગર નટ્સમાં રહેલું ઇન્સોલ્યુબલ ફાઇબર અને એટલે જ ડાયાબીટીસનાં દર્દીએ રોજનાં નાસ્તામાં ટાઇગર નટ્સ લેવા જોઇએ.

– ટાઇગર નટ્સમાં રહેલાં ન્યુટ્રીશન્સનું પ્રમાણ 30 gmટાઇગર નટ્સમાં 12 કેલેરી, 19 gmકાર્બોહાઇડેટ્સ 2 gmપ્રોટીન 7 gmપ્રોર્ટીન, 10 gmફાઇબર, 1.8આયર્ન, 20 gmમેગ્નેશિયમ, 11 gmઝીંક 215 gmપોેટેશિયમ 0.1 gmવિટામિન B6.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.