Abtak Media Google News

જામનગર મહાનગર પાલિકા લાઇટ, પાણી, રસ્તાની સુવિધા આપવામાં આવતી ન હોવા છતાં ટેકસની ઉઘરાણી શરુ કરી

બ્રાસ પાર્ટ ઉઘોગને લઇ વિશ્ર્વભરમાં નામના ધરાવતો જામનગરની દરેડ જીઆઇડીસીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપવામાં ન આવતી હોવા છતાં ૩૦ કરોડથી વધુનો વેરા વસુલવા નોટીસ યટકારતા ઉઘોગકારો લડી લેવાનાં મુડમાં છે અને પ્રાથમીક સુવિધા નહીં તો ટેક નહીનો નારો લગાવી વિરોધ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરનાં દરેડ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી ફેસ ટુ અને ફેસ થ્રી વિસ્તાર વર્ષ ૨૦૧૩ થી જામનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયો છે. અને દરેડ જીઆઇડીસીમાં રપ૦૦ જેટલા બાસપાર્ટના યુનિટ આવેલ છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જગ વિખ્યાત બ્રાસપાર્ટના આ કારખાનાઓને રોડ, રસ્તા, લાઇટ, પાણી કે ગટર જેવી પ્રાથમીક સુવિધા આપવામાં આવતી નથી આમ છતાં વર્ષ ૨૦૧૩ થી લઇ વર્ષ ૨૦૧૭-૧૮ સુધીનો બાકી વેરો વસુલવા ઉઘોગકારોને ધગધતી નોટીસો ફટકારવાનું શરુ કરતા ઉઘોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે.બીજી તરફ દરેડ જીઆઇડીસી એસોસીએશનના સેક્રેટરી દિલીપ ચંદ્રીયાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા બ્રાસપાર્ટ ઉઘોગકારોને રસ્તા, લાઇટ, ડ્રેનેજ જેવી મુળભુત પાયાની સગવડતા આપવામાં આવતી નથી.

ઉપરોકત તમામ અગવડતાઓ હાલમાં જીઆઇડીસી જામનગર એકમ દ્વારા પુરી પાડવામાં આવે છે જેનો ચાર્જ પણ ઉઘોગકારો ચૂકવી રહ્યા છે. તો અમારે શા માટે વગર કારણે જામનગર મહાનગરપાલિકાને બેવડો ચાર્જ ચુકવવો જોઇએ ? તેવો સવાલ ઉઠાવ્યો છે, વધુમાં તેઓઅ ઉમેર્યુ હતું કે જે.એમ.સી.ની બેવડી નીતી સામે લડત આપવા બ્રાસપાર્ટ એકમો દ્વારા એક બેઠક પણ બોલાવવામાં આવી છે જેમાં બેવડા ટેકસનો વિરોધ કરવા રણનીતી ઘડી કઢાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.