Abtak Media Google News

આફ્રિદીના શેખચલી વિચાર, હવે નહીં રમે આઈપીએલ

પાકિસ્તાની ક્રિકેટ ટીમ હજુ તો આંતરરાષ્ટ્રીય ટીમ બનવાના શેખચલીના સપના જુવે છે અને વાતો મોટી મોટી કરે છે, પૂર્વ પાકિસ્તાને સ્કીપર શાહિદ આફ્રિદીએ આગમાં દિવેલ પુરવાની હરકત કરી છે. પાક. ક્રિકેટર કહે છે કે ભારતની આઈપીએલમાં જો તેને બોલાવવામાં આવશે તો પણ તે ટૂર્નામેન્ટ રમશે નહીં. સદીક પણ માને છે કે ભવિષ્યમાં પાકિસ્તાન સુપર લીગ, આઈપીએલ કરતા મોટી બનશે. તેણે ટવીટ કરી જણાવ્યું હતું કે, હું મારા પીએસએલમાં જ રમીશ, એક સમય આવશે કે તે આઈપીએલને પાછળ છોડી દેશે, હું મારા પીએસએલી ખુશ છું, મારે આઈપીએલની જરૂર નથી.

જો કે, આ પૂર્વે આફ્રિદીએ આઈપીએલના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે, હું આઈપીએલ પહેલીવાર રમ્યો, આઈપીએલ સરળતાી મોટી ક્રિકેટ લીગ બની રહ્યું છે, હા મેં એન્જોય કર્યું. આ એક અલગ જ અનુભવ રહ્યો હતો. આ ઉપરાંત આફ્રિદી કાશ્મીર બાબતે ટીપ્પણી કરતા વિવાદમાં ફસાયો હતો. તેણે વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને શિખર ધવન જેવા ભારતીય ક્રિકેટરોની ઠેકડી પણ ઉડાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.