Abtak Media Google News

શહેરમાં જનસમર્થન મેળવવા કોંગ્રેસ કટીબધ્ધ, લોકસભાની ચુંટણીને લઇ ખાસ રણનિતી તૈયાર કરાશે

ખેડુતોને જે અન્યાય થઈ રહ્યો છે, પોષણસમ ભાવને લઈ, પાક વીમો હોઈ, સિંચાઈનું પાણી હોઈ કે પછી બેરોજગારી હોઈ સૌરાષ્ટ્રનું જે સ્મોલ સ્કેલ ઉદ્યોગો હોઈ એના જે પ્રશ્ર્નો છે. ભાજપની નીતિને લઈ તેને દૂર કરવા કોંગ્રેસ પ્રયત્નશીલ છે. કારણ કે ભાજપની નીતિનાં કારણે ઘણા ખરા ઉદ્યોગોનો નાસ થયો છે, કારણ કે હરીફાઈમાં ટકી નથી શકાતું કોંગ્રેસ પક્ષ એજ દિશામાં આગળ વધી રહ્યું છે. જેનાથી લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે અને ભાજપની નીતિને ઉજાગર કરી શકે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાએ ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતુ.

કોંગ્રેસના કાર્યકરોનો એક જ ઉદેશ્ય છે કે કોંગી નીતિને લોકો સુધી પહોચાડવી સંગઠનમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ગામડા વિસ્તારમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતુ, જયારે શહેરમાં સમર્થન મળ્યું નહતુ હવે કોંગ્રેસ બુથથી મજબુત બનશે, અને તેને લઈ કામગીરી પણ શરૂ કરી છે, અને એમાં પણ શહેરી વિસ્તારો માટે પ્રદેશ કક્ષાએ અલગ વિભાગ બનાવી કોંગ્રેસનાં સીનીયર આગેવાનોના નેતૃત્વમાં જનજાગૃતી અભિયાન યોજાશે અને તેને લઈ અલગ રણનીતિ બનાવવામાં આવી છે.

શહેરી લેવલે બુથ લેવલનું સંગઠન બનાવામાં આવશે અને બુથનું સંગઠન લોકોનાં પ્રશ્ર્નને વાચા પણ આપશે અને આવનારા સમમાં લોકસભાની ચૂંટણીમાં બુથની ચૂંટણી લડવામા આવશે અને બુથ જીતીને બતાવશે કોંગ્રેસમાં આંતરીક મતભેદ હોઈ શકે છે પણ કદી મનભેદ ન હોઈ શકે કોંગ્રેસ જૂથવાદ નહી બુથવાદની રણનીતિથી આગળ વધશે. ભાજપ બોંખલાઈ ઉઠી છે. જે રીતે અમરેલીમાં ખેતતલાવડીને લઈ મુદો ઉઠ્યો તે જોતા રાહુલ ગાંધી પણ ઈચ્છે છે કે યુવાનો કોંગ્રેસમાં જોડાઈ અને દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે ઈન્દ્રનીલભાઈ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય પણ છે. પ્રમુખ પણ છે અને પાયાનાં આગેવાન પણ છે. અને આવનારા સમયમાં તમામને સાથે રાખી દેશના વિકાસમાં સિંહ ફાળો આપીશું, અને નવી રણનીતિથી આગળ વધશું શહેરી વિસ્તાર માટે એક અલગ જ વ્યવસ્થા ગોઠવવામા આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.