Abtak Media Google News

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે મીંડું : નવા આરોગ્ય કેન્દ્રનું એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત તો કરાયુ પરંતુ  કામ હજી શરૂ થયું નથી

હળવદના ચારડવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાને લીધે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ બેડ હોવાથી દર્દીઓને ઓટલા પર સારવાર લેવાની ફરજ પડે છે.

Img 20180420 Wa0004હળવદના ચરાડવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે મીંડું હોવાની ફરિયાદો ઉઠી છે.આસપાસના દસેક ગામોના એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. ઉપરાંત અન્ય મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હજુ સુધી આ નવા આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.

ચરડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાતના સમયે બંધ કરી દેવામાં આવે છે.જેથી રાતના સમયે જો કોઈ ઈમરજન્સી કેસ હોય તો દર્દીને દૂર સુધી લંબાવવું પડે છે. ઉપરાંત આ આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક બેડની જ સુવિધા છે. દર્દીઓને ના છૂટકે ઓટલા પર સૂઈને સારવાર લેવી પડે છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધા ઉભી કરીને નવા આરોગ્ય કેન્દ્રનું કામ તાકીદે શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.