Abtak Media Google News

લીંબડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

લીંબડીના ધંધૂકા રોડ પર જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ગૌરવ વસંત નકુમ અને રાજેન્દ્ર ભવાનગીર ગૌસ્વામી નામના શખ્સોને ‚ા.૩૭ હજાર રોકડા, બે બાઇક અને એક કાર મળી ‚ા.૬.૨૧ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

દરોડા દરમિયાન માફા ભરવાડ, ‚પા ભરવાડ અને સુરેશ વાળંદ નામના શખ્સો ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

મહુવામાં વેપારી પર હુમલો કરી ‚ા.૧૭ હજારની લૂંટ

મહુવાના આંબાવાડી વિસ્તારમાં આવેલા નૂતનનગરમાં રહેતા જહીર અબ્બાસ સહેજાદઅલી સુમરાણી નામના વેપારીને પોતાના ફલેટના પાર્કીગમાં હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી ‚ા.૧૭ હજારની રોકડની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરમાં ૬૦ બોટલ દા‚ સાથે બુટલેર ઝડપાયો

પોરબંદરના ખારવાવાડ વિસ્તારના દિપેશ ઉર્ફે દિવ્યેશ વસંત સોનેજી નામના શખ્સને ‚ા.૧૮ હજારની કિંમતની ૬૦ બોટલ વિદેશી દા‚ સાથે પોલીસે ઝડપી લીધો છે.

દિપેશની પૂછપરછમાં તે હિતેશ નાથાલાલ વાંદરીયા અને મેહુલ નામના શખ્સો પાસેથી દા‚ લાવ્યાની કબૂલાત આપી છે.

મેંદરડા પાસે કારમાંથી ‚ા.૧ લાખનું બિયર પકડાયું

મેંદરડા-સાસણ રોડ પર પોલીસે બાતમીના આધારે જી.જે.૪એટી. ૧૫૯૦ નંબરની કારનો ફિલ્મી ઢબે પીછો કરતા મેંદરડાના રવિ કાઠી નામનો શખ્સ કાર રેઢી મુકી ભાગી જતા તેની કારમાંથી ‚ા.૧ લાખની કિંમતનો બિયરનો જથ્થો મળી આવતા કાર કબ્જે કરી રવિ કાઠીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.